ગાંધીજીની હત્યાને લઇ સુપ્રીમ કોર્ટમાં અરજી, 30 ઓક્ટોબરે થશે સુનાવણી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા મામલે ફરીથી હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે કોર્ટની મદદ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એમિકસ ક્યૂરી અમરેદ્ર શરણની નિમણૂંક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં મહાત્મા ગાંધીની હત્યા મામલે ફરી તપાસની માગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી હતી.

અભિનવ ભારતનાં ટ્રસ્ટી અને રિસર્ચર તેમજ મુંબઇનાં ડૉક્ટર પંકજ ફડનીસે અનેક કારણોને ધ્યાનમાં રાખીને ફરીથી તપાસની માગ કરતાં અરજી કરી હતી. જેથી આ મામલે અરજીને લઇ સુપ્રિમ કોર્ટ 30 ઓક્ટોમ્બરે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરી 1948નાં રોજ નવી દિલ્હીમાં ગાંધીજીની નથૂરામ વિનાયક ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી.

You might also like