અયોધ્યા વિવાદ પર સુપ્રીમમાં 6 ડીસેમ્બરે વધુ સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર આજથી સુનાવણી શરૂ થઇ છે.અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં 6 ડીસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. તમામ પક્ષોને ઔપચારિકતા પૂર્ણ કરવા સુપ્રીમે નિર્દેશ કર્યો છે. સુપ્રીમે દસ્તાવેજોના અનુવાદ માટે 12 અઠવાડીયાનો સમય અપાયો છે. નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને સમય અપાયો છે.

આ સુનાવણીના પૂર્વે શિયા વકફ બોર્ડે અદાલતમાં અરજી આપીને આ કેસમાં નવો દાવપેચ લગાવવાનો પ્રયાસ કર્યો છે. શિયા બોર્ડે આ વિવાદમાં પક્ષકાર હોવાનો દાવો કર્યો છે. શિયા વકફ બોર્ડે ૭૦ વર્ષ બાદ ૩૦ માર્ચ, ૧૯૪૬ના ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર ફેંક્યો છે, જેમાં મસ્જિદને સુન્ની વકફ બોર્ડની પ્રોપર્ટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળ ત્રણ ન્યાયમૂર્તિઓની એક બેન્ચની રચના કરી છે. આ બેન્ચ આયોધ્યા રામજન્મભૂમિ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓ અને વિવાદિત જમીનના માલિકી હક પર ચુકાદો આપવા માટે સુનાવણી કરશે.

આજે બપોરે ૨.૦૦ વાગ્યે ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીરની સ્પેશિયલ બેચ આ મામલાની સુનાવણી કરશે. અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦માં આવેલા ચુકાદા બાદ છેલ્લાં સાત વર્ષથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં અનિર્ણિત છે. આ મામલા સાથે સંકળાયેલા કેટલાક પક્ષકારોનું કહેવું છે કે કોર્ટમાં રજૂ કરવા માટેના દસ્તાવેજો હજુ તૈયાર થયા નથી. દસ્તાવેજોનો અનુવાદ પણ બાકી છે.
http://sambhaavnews.com/

You might also like