ઉત્તર પ્રદેશનાં શિક્ષામિત્રોને સુપ્રીમની રાહત : હાલ નહી થાય નિયુક્તિ રદ્દ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશનાં શિક્ષામિત્રોની નિયુક્તિનાં વિવાદિત મુદ્દે સુપ્રીમે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શિક્ષા મિત્રોને રાહત આપતા નિયુક્તિઓ રદ્દ કરવાનાં હાઇકોર્ટનાં ચુકાદા પર સ્ટે મુકી દીધો છે. સોમવારે સુપ્રીમ કોર્ટનાં આ ચુકાદા બાદ રાજ્યનાં 1 લાખ 72 હજાર શિક્ષામિત્રોએ રાહતનો શ્વાસ લીધો છે.
સમાચારો અનુસાર અલ્હાબાદ હાઇકોર્ટનાં ચુકાદાને પડકારતા સેંકડો શિક્ષામિત્રોએ તેની નિયુક્તિ રદ્દ કરવાનાં આદેશ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઇકોર્ટે 12 સપ્ટેમ્બરનાં રોજ લગભગ પોણા બે લાખ શિક્ષામિત્રોનાં સમાયોજનને બિનકાયદેસર ઠેરવ્યા હતા.જેની વિરુદ્ધ રાજ્યસરકારે સુપ્રીમ કોર્ટની વિશેષ અનુજ્ઞા અજી દાખલ કરી કહતી.
તો બીજી તરફ બેઝીક શિક્ષણ પરિષદો તરફતી પણ અરજી દાખલ કરવામાં આવી હતી. જ્યારે 20થી વધારે અરજીઓ શિક્ષામિત્રોનાં સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શિક્ષમિત્ર સંઘ, આદર્શશિક્ષામિત્ર વેલફેર સંગઠન જેવી વિવિધ સંસ્થાઓએ અરજી કરી હતી.

You might also like