એસસી/એસટી એક્ટઃ સુપ્રીમ કોર્ટે ચુકાદો યથાવત રાખ્યો, 10 દિવસ બાદ ફરી સુનાવણી

નવી દિલ્હી: અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) એક્ટમાં થયેલા ફેરફારને લઈને સોમવારે ભારત બંધ દરમિયાન દલિત સમુદાયનો આક્રોશ ભડકી ઊઠતાં કેન્દ્ર સરકારે એસસી/એસટી એક્ટમાં તાજેતરમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચારણા કરવા રિવ્યુ પિટિશન ગઈ કાલે બપોર બાદ દાખલ કરી હતી અને સુપ્રીમ કોર્ટ આજે આ રિવ્યુ પિટિશન પર તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો યથાવત રાખ્યો છે.

એસસી-એસટી એક્ટમાં ફેરફાર પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો યથાવત રાખ્યો છે. સરકારે દાખલ કરેલી પુનઃવિચાર અરજી પર સુપ્રીમે ચુકાદો આપ્યો છે. જેમાં એટ્ર્રોસિટિની ફરિયાદમાં તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે નહીં. જેમાં અધિકારીની તપાસ બાદ જે એટ્રોસિટિ પ્રમાણે ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચુકાદામાં ફેરપારને લઇને ગઇકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બધા પક્ષો 3 દિવસમાં પોતાનો પક્ષ રાખે. જ્યારે આગામી 10 દિવસ બાદ ફરી સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એકટમાં કરાયેલો ફેરફારને યથાવત રાખ્યો છે.

જોકે એમિકસ ક્યુરી (અદાલતના મિત્ર) અમરેન્દ્ર શરણેએ તેનો વિરોધ કર્યો હતો. શરણેએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કાયદો અને વ્યવસ્થા કથળી છે એ‍વાં કારણોસર આ આદેશ પર રોક લગાવી શકે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦ માર્ચના ચુકાદા વિરુદ્ધ પુનર્વિચારણા કરવા માટે કેન્દ્રએ રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. આ કેસમાં પર ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયેલ અને ન્યાયમૂર્તિ યુ.યુ. લલિતની બેન્ચે આદેશ કર્યો હતો.

You might also like