સુપ્રીમનાં જજ ફ્રેશ થવા માટે કરે છે કરોડોનાં ધુમાડા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં જજો પર ભલે કામનું ભારણ ઘણું રહેતું હોય પરંતુ એખ બાબત તે પણ છે કે ગત્ત ત્રણ વર્ષોમાં આ જજોએ ગણી હવાઇયાત્રાઓ પણ માણી.વકીલ ગૌરવ અગ્રવાલે એક આરટીઆઇનાં જવાબમાં સુપ્રીમ કોર્ટનાં રજિસ્ટ્રારે તમામ જજ દ્વારા યાત્રા પાછળ કરાયેલા ખર્ચની વિગતો આપી હતી. આ જજીસની યાત્રીઓ એપ્રીલ 2013થી માંડીને માર્ચ 2016 સુધીનાં આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જસ્ટિસ સિકરીએ સાત વિદેશ યાત્રા માણી
માર્ચ 2016 સુધીમાં જસ્ટિસ સીકરીએ પોતાની પત્ની સાથે સાત દેશોની મુલાકાત લીધી. તેમણે લંડન, દુબઇ, નેધરલેન્ડનાં એમ્સટર્ડમ હેંગ, હોંગકોંગ, બ્રસેલ્સ અને સિંગાપુર, ચીનનાં મકાઉ અને તેલ અવીવની યાત્રા કરી હતી. જજની આ સહપરિવાર યાત્રા પાછળ સુપ્રીમ કોર્ટ દ્વારા કુલ 37.91 લાખ રૂપિયાનો ખર્ચો થયો. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ યાત્રાઓનો તમામ ખર્ચો સુપ્રીમ કોર્ટ દ્વારા જ ભોગવવામાં આવ્યો હતો.

જસ્ટિસ ઠાકુર પણ વિદેશમાં ખુબ મહાલ્યા

ભારતનાં મુખ્ય ન્યાયાધીશ ટી.એસ ઠાકુરે પણ પોતાની પત્ની સાથે સિંગાપુર અને સિડની થઇને શ્રીલંકાનાં કોલંબોની યાત્રા માણી, ઓસ્ટ્રેલિયાનાં કેનબરા, રશિયાનાં સેન્ટ પીટર્સબર્ગમાં ફર્યા. આ દરમિયા મોસ્કો,દુબઇ પણ ગયા જ્યારે લંડન, અમેરિકા, ઇથાકા, વોશિંગ્ટન, ન્યૂયોર્ક, નેવાર્ક અને શિકાગોની યાત્રા પણ કરી હતી. આ તમામ યાત્રા પાછળ 36.88 લાખ રૂપિયાનો ખર્ચે સુપ્રીમ કોર્ટે ભોગવ્યો હતો.

સૌથી ઓછો ખર્ચો જસ્ટિસ ચેલેશ્વર અને જસ્ટિસ ગોગોઇએ કર્યો.

યાદીમાં સૌથી ઓછો ખર્ચો જસ્ટિસ જે.ચેલેશ્વર અને જસ્ટિસ રંજન ગોગોઇએ કર્યો હતો. જસ્ટિસ ચેલેશ્વરે વિદેશની એકમાત્ર યાત્રા નેપાળની રાજઘાની કાઠમંડુની કરી.જેમાં માત્ર 1.13 લાખનો ખર્ચો થયો. જ્યારે જસ્ટિસ ગોગોઇએ ભુતાનની યાત્રા પાછળ 1.46 લાખનો ખર્ચો આવ્યો હતો.

જો કે જસ્ટિસ મદન બી લોકુરની યાત્રાઓ પાછળ સુપ્રીમ કોર્ટને 25.09 લાખ ખર્ચ થયો. જ્યારે જસ્ટિસ અનિલ દવેની યાત્રા પાછળ 17.93 લાખનો ખર્ચો કરવામાં આવ્યો. જસ્ટિસ ખેહર પાછળ 6.85 લાખનો ખર્ચ થયો જ્યારે જસ્ટિસ એફએમ આઇ ક્વીફુલ્લાની યાત્રા પાછળ 9.18 લાખ તથા જસ્ટિસ એસએ બોબડેની યાત્રા પાછળ 4.50 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો.

You might also like