શ્રીનિવાસન અને શાહને SGMમાં હાજર નહી રહેવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે બીસીસીઆઇની 26 જુલાઇએ આયોજીત જનરલ મીટિંગમાં હાજર નહી રહેવા દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીસીસીઆઇ દ્વારા એન.શ્રીનિવાસન અને પુર્વ વાઇસપ્રેસિડેન્ટ નિરંજન શાહને બેઠકમાં હાજર નહી રહેવા માટે આદેશ અપાયો હતો. આ અંગેનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એસજીએમમાં માત્ર રાજ્યનાં વિવિધ એકમોનાં વડાને જ હાજર રહેવા દેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે લોઢા કમિટીનાં અહેવાલ બાદ પોતે આપેલા ચુકાદાનો યોગ્ય રીતે સીધો અમલ નહી થવા દેવા માટે પણ શ્રીનિવાસન આણી ટોળકીની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિવિધ રાજ્યનાં એકમો દ્વારા લોઢા કમિટી દ્વારા અપાયેલા આંદેશોનું પાલન કરવા સાથે સાથે તેમનાં દ્વારા કરવામાં આવેલી ભલામણોને પણ લાગુ કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સુનવણી 18 ઓગષ્ટનાં રોજ નિર્ધારિત કરી છે. સાથે સાથે ટકોર કરતા જણાવ્યુ કે આ સુનવણીમાં માત્ર બે મુદ્દા પર જ સુનવણી કરવામાં આવશે. જેમાં લોઢા કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણોએ રાજ્યોમાં લાગુ કરવા અને ખાલી રહેલી જગ્યાઓને તુરંત જ ભરવા માટેનું કામ આગળ વધારવા મુદ્દે ચર્ચા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા 14 જુલાઇ દ્વારા અગાઉ ચુકાદો આપતા કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનની રચના કરવામાં આવી હતી. જેમાં શ્રીનિવાસન અને શાહ બંન્નેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ઉપરાંત તેઓ જે જે પણ પદો પર હતા તે તમામ પદો પરથી તેમની હકાલપટ્ટી કરવા માટેનાં પણ આદેશો અપાયા હતા .

You might also like