ધોનીના ‘વિષ્ણુ અવતાર’ની ફરિયાદ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એખ મેગેઝીનના કવર પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને ભગવાન વિષ્ણુના રૂપમાં કથિત રૂપથી રજૂ કરવાની બાબતને એમની વિરુદ્ધ દાખલ ફરીયાદ ફગાવી દીધી.

કોર્ટે ફરીયાદ ફગાવતાં કહ્યું કે ધાર્મિક બાબત ભડકાવવાની બાબત બનતી નથી. કોર્ટે કહ્યું કે જો ક્રિકેટર પર કેસ ચલાવવામાં આવશે તો આ ન્યાયની મજાક થશે કારણ કે એમને કોઇ દુર્ભાવનાથી આવું કર્યું નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બાબતે ભારતીય દંડ સંહિતાની ધારા 295 હેઠળ આ બાબત બનતી નથી. જજ દિપક મિશ્રા, એ એમ ખાનવિલ્કર અને એમ એમ શાંતનાગોદરએ કહ્યું કે આ ન્યાયની મજાક થશે.


આ બાબતે ધોની અને અન્ય લોકો વિરુદ્ધ આંધ્રપ્રદેશના અનંતપુરની ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગત વર્ષે 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતાં અરજી ફગાવી દીધી હતી.

આ બાબતે દાખલ કરેલી અરજીને કર્ણાટક હાઇકોર્ટે ફગાવી દેવા માટે ના પાડી દીધી હતી, ત્યાર બાદ ધોનીએ સુપ્રીમ કોરેટમાં વિશેષ અનુમતિ અરજી દાખલ કરીને કર્ણાટક હાઇકોર્ટના નિર્ણયને પડકાર આપ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like