12 મે સુધી 8 ડાન્સબારને લાઇસન્સ ઇશ્યૂ કરે મહારાષ્ટ્ર સરકાર: SC

મુંબઇ: મહારાષ્ટ્રમાં ડાન્સ બાર ફરી એકવાર શરૂ કરવાને લઇને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. કોર્ટે સરકારને કહ્યું કે તે 8 ડાન્સ બારને 12 મે સુધી લાઇસન્સ ઇશ્યૂ કરે.

કોર્ટે બાર માલિકોને પણ બુધવાર સુધી પોલીસને આ વાતનું સોગંધનામું આપવાનું કહ્યું છે કે તે ગુનાહિત પૃષ્ઠભૂમિના લોકોને બાર અને ડાન્સ એરિયામાં કામ પર લાવશે નહી.

કેસની સુનાવણી કરતાં કોર્ટે આરઆર પાટીલ ફાઉન્ડેશનના વકીલને ફટાકાર પણ લગાવી. વકીલે કોર્ટમાં કહ્યું કે પોલીસે બાર ગર્લ્સના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની તપાસ કરવી જોઇએ. આ મુદ્દે કોર્ટે ફટકાર લગાવતાં કહ્યું કે શું છે આ? શું તે ગુનેગાર છે? અમે ઇચ્છીએ છીએ કે બાર બાળાઓ પોતાની રોજી-રોટી કમાઇ અને તમે રોજી-રોટી માટે કામ કરવાના તેમના હકને ઝૂંટવી લેવા માંગો છો. તમને જણાવી દઇએ કે આરઆર પાટીલ ફાઉન્ડેશન ડાન્સ બાર ખોલવાનો વિરોધ કરી રહ્યા છે.

You might also like