SC: દિલ્હીમાં નહી ચાલે ડિઝલ ટેક્સી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ડિઝલ વાહનોને રાહત આપવાની સ્પષ્ટ પણે ના પાડી દીધી છે. આ નિર્ણય પછી હવે દિલ્હીના એનસીઆરમાં 1 મેથી એટલે કે કાલથી ડિઝલ ટેક્સી નહીં ચાલી શકે. માત્ર સીએનજી ટેક્સીઓને જ દિલ્હીના એનસીઆરના રસ્તાઓ પર ચલવા દેવામાં આવશે. માત્ર એ જ ડિઝલ ટેક્સિઓને દિલ્હી-એનસીઆરમાં ચલાવાની પરવાનગી આપવામાં આવશે, જેને ઓલ ઇન્ડિયા પરમિટ હોય. આ સિવાય 2000 સીસીથી વધારેની ગાડીઓના રજિસ્ટ્રેશન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

પ્રદુષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ આજે મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આજે કેટલાક ટેક્સી ઓપરેટરોની અપીલને નામંજુર કરી છે. અદાલતે આ પહેલા બધી જ ડિઝલ ટેક્સીઓને 30 એપ્રિલ સુધી સીએનજીમાં પરિવર્તિત કરવાની અવધી આપી હતી. અદાલતે કહ્યું છે કે ટેક્સી ચાલકોને અવધી આપવામાં આવી હતી ત્યારે તેમાં તેમણે કામ પૂર્ણ કરી લીધું હોવું જોઇએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ પણ આપ્યો છે.

જેમાં દિલ્હી પોલીસને 197 ડિઝલ ગાડીઓ ખરીદવાની અનુમતિ આપી છે. પોલીસે પણ 30 ટકા પર્યાવરણ શુલ્ક અદા કરવાનું રહેશે. આ ગાડીઓમાં વીવીઆઇપી સુરક્ષા, કેદિઓને લઇ જવાની વાન અને ગાડીઓને ઉઠાવવાની ક્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે 2000 સીસીથી વધારેની ગાડીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 9 મેના રોજ સુપ્રિમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી હાથ ધરશે.

 

You might also like