ડાન્સબારમાં પૈસા ઉડાડવાની પરવાનગી નહી : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે બારમાં ડાન્સ કરતી મહિલાઓ પર પૈસા ઉડાડવાની પરવાનગી આપી શકાય નહી. આ મહિલાઓ માટેનાં ગૌરવ, સભ્યતા અને શિષ્ટાચારની વિરુદ્ધનું છે. તેનાંથી કોઇ ફરક પડતો નથી કે મહિલાઓને તેનાંથી સારૂ લાગશે કે ખરાબ.આ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ ઇશ્યુ કરીને ચાર અઠવાડીયાની અંદર જવાબ રજુ કરવા આદેશ આપ્યો છે.

ડાન્સબારમાં પૈસા ઉડાડવાનાં મુદ્દે રાજ્ય સરકારનાં નવા કાયદા પર સ્ટે મુક્યો છે. સુનવણી દરમિયાન ડાન્સબાર માલિકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે
સરકાર દ્વારા બનાવાયેલા નવા કાયદામાં કેટલીક ખામીઓ છે. અશ્લીલ ડાન્સ કરનારને ત્રણ વર્ષની સજાનું પ્રાવધાન છે જ્યારે આઇપીસીમાં અશ્લીલતા માટે ત્રણ માસની સજાની જોગવાઇ છે.

એક્ય અનુસાર જો ડાન્સબારનું લાઇસન્સ હશે તો ઓર્કેસ્ટ્રાનું લાઇસન્સ નહી મળે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની તે દલિલ પણ ફગાવી હતી જેમાં કહેવાયું હતું કે આ કેસને મુંબઇ હાઇકોર્ટને સોંપવો જોઇએ. કોર્ટે કહ્યું કે નવો કાયદો સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર જ વૈધાનિક રીતે લાવવામાં આવ્યો છે. ડાન્સ બાર પર પ્રતિબંધ મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે. માટે નવા કાયદાને પડકારનારી અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં જ સુનવણી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,સુપ્રીમ કોર્ટ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનની અરજી પર સુનવણી કરી રહી છે. એસોસિએશને રાજ્ય સરકારનાં નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઇન્ડિયન હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને મહારાષ્ટ્ર સરકારનાં નવા કાયદા મહારાષ્ટ્રપ્રોહિબિશન ઓફ ઓબ્સેન્સ ડાન્સ ડિગ્રિટી ઓફ વિમેન એક્ટ 2016ને પડકાર્યો છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદો અસંવૈધાનિક છે. અગાઉ કોર્ટેમહારાષ્ટ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે નિયમોનું પાલન કરનારા બારને લાઇસન્સ આપવાનાં આદેશ આપ્યા હતા. કાયદા અનુસાર 11 વાગ્યા બાદ હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ નહી પિરસવામાં આવે. તે ઉપરાંત પૈસા પણ નહી ઉડાડી શકાય. હોટલ અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી લાગશે.

You might also like