SC: સરકારી જાહેરાતમાં રાજ્યપાલ અને સીએમના ફોટાને મંજૂરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે સરકારી જાહેરાતોમાં ફોટો લાગાવવાના પોતા પ્રથમ નિર્ણયને ફેરબદલ કર્યો  છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, સરકારી જાહેરાતમાં રાજ્યપાલ, મુખ્યમંત્રીના ફોટોનો ઉપયોગ સરકાર કરી શકશે.  કોર્ટે પહેલાના આદેશમાં ફેરફાર કરીને સરકારી જાહેરાતમાં સીએમ, રાજ્યપાલ ઉપરાંત કેબિનેટ મિનિસ્ટર્સના ફોટા વાપરવાની અનુમતી આપી છે. ઉલ્લેખનિય છે કે, કોર્ટે સરકારી જાહેરાતોમાં પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સિવાયના નેતાઓ અને મંત્રીઓના ફોટાઓના ઉપયોગ પર ગત વર્ષે નિયંત્રણ લગાવ્યું હતું. ત્યારે હવે સરકારી જાહેરાતમાં ફોટા વાપરવા અંગે મંજૂરી આપી દીધી છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે ત્રણ સદસ્યીય લોકપાલ બનાવવા અંગે જણાવ્યું છે.

 

 

 

 

You might also like