આત્મરક્ષા પર SCનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણય બાદ ભારતમાં સેલ્ફ ડિફેન્સનો વિસ્તાર ખૂબ જ વધી ગયો છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું છે કે જ્યારે પરિવારના કોઇ સભ્ય સાથે મારામારી થઇ રહી હોય ત્યારે કોઇ પણ વ્યક્તિને સેલ્ફ ડિફેન્સ માટે કાયદો હાથમાં લેવાનો અધિકાર છે. સુપ્રીમે રાજસ્થાનમાં એક મામલે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

રાજસ્થાનમાં બે લોકોને ગામમાં પડોસી સાથે મારપીટના આરોપમાં સજા ફટકારવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે આપેલી સજા રાજસ્થાન હાઇકોર્ટે પણ માન્ય રાખી હતી. બંનેને બે વર્ષના સખ્ત જેલવાસની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે તેઓએ સુપ્રીમ કોર્ટેમાં સજા વિરૂદ્ધ અપીલ કરી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ બંને આરોપીઓને મુક્ત કરી દીધા હતા.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે બંનેએ પોતાના પરિવાર પર થયેલા હુમલાને કારણે કાયદો હાથમાં લીધો હતો. પરિવારજનોને બચાવવા જતાં તે બંનેને ગંભીર ઇજાઓ પણ થઇ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયથી એ વાત સ્પષ્ટ થાય છે કે જો પરિવારના સભ્યો પર મુશ્કેલી આવી પડે તો અપીલકર્તા વૈધિક રીતે તાકાતનો ઉપયોગ કરી શકે છે.

You might also like