સુપ્રીમે જયાની સંપત્તિમાંથી દંડ વસુલવાની કર્ણાટક સરકારની અરજી ફગાવી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારની તે અરજી ફગાવી દીધી છે જેમાં તમિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની સંપત્તીથી 100 કરોડ વસુલવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે જયલલિતાનાં નિધન બાદ તેના પર ચાલી રહેલા ભ્રષ્ટાચારનાં કિસ્સાને બંધ કરી દીધો હતો. તે આદેશ પર પુનર્વિચાર માટે કર્ણાટક સરકાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી.

તમિલનાડુની એક ટ્રાયલ કોર્ટે સપ્ટેમ્બર 2014માં જયલલિતા, શશિકલા અને અન્ય આરોપીઓનો દોષીત માન્યા હતા. કોર્ટે જયલલિતા પર 100 કરોડ અને બાકી આરોપીઓ પર 10 10 કરોડનો દંડ લગાવ્યો હતો. જો કે ત્યાર બાદ કર્ણાટક હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનાં ચુકાદાને રદ્દ કરતા તમામને દોષમુક્ત જાહેર કર્યા હતા.

ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને યોગ્ય ઠેરવ્યા હતા પરંતુ જયલલિતાનાં નિધનને જોતા તેની વિરુદ્ધ કોઇ નિર્ણય નહોતો લેવાયો. એવામાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમના પર લગાવાયેલ 100 કરોડનાં દંડના મુદ્દે કર્ણાટક સરકારે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કર્ણાટક સરકારનાં વકીલ બી.વી આચાર્યએ કહ્યું કે જયલલિતા વિરુદ્ધ કેસ આગળ વધારવાનો સવાલ જ પેદા નથી થતો પરંતુ દંડની રકમ તો તેમની સંપત્તિમાંથી વસુલી શકાય. જો કે કોર્ટે આ દલીલોનો સ્વીકાર નથી કર્યો. નોંધનીય છે કે જયલલિતાનું ચેન્નાઇમાં 5 ડિસેમ્બરને એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઇ ગયું હતું.

You might also like