ધર્મના નામ પર વોટ માંગવાના આરોપની સોનિયા વિરુદ્ધની અરજીની સુનાવણી SCમાં ટળી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાયબરેલીથી 2014માં ચૂંટણી લડવાનો પડકાર આપનારી અરજી પર સુનાવણી ટાળી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે અરજીમાં જે મુદો લાવવામાં આવ્યો છે તે પહેલાથી સાત જજોના પેનલ પંચ પાસે હતો. સોનિયા પર ધર્મના નામ પર વોટ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ અપીલ અલ્હાબાદ હોઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે સોનિયા ગાંધીએ ચૂંટણી લડવાનો પડકાર આપનારી અરજી ફગાવી દીધી છે. અરજી દાખલ કરનાર રમેશ સિંહનું કહેવું છે કે ગાંધીએ ચૂંટણી લડત દરમિયાન ખોટી ચીજોનો ઉપયોગ કર્યો હતો.

આ મુદો એનાથી જોડાયેલો છે જેમાં સોનિયા ગાંધીને મળ્યા બાદ જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું હતું કે મુસ્લિમોના વોટના ભાગલા પડવા જોઇએ નહીં. અરજીકર્તાનું કહેવું છે કે બુખારીની અપીલને મીડિયામાં કવરેજ મળ્યું અને એનાથી ચૂંટણી પર અસર થઇ અને આ કાયદાનું ઉલ્લંઘન છે.

You might also like