આસારામ કેસ: SC એ ગુજરાત હાઇકોર્ટને સુનવણી ઝડપી કરવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત કોર્ટને બે બહેનોના બળાત્કારના આરોપી આસારામ બાપૂના કેસની સુનવણી ઝડપી કરવા માટે નિર્દેશ આપ્યો છે. ઉચ્ચ કોર્ટે કહ્યું કે એક સમય સીમા દરમિયાન કેસની સુનવણી પૂરી કરવામાં આવશે.

આસારામ બાપૂ પર બે બહેનો ઉપર બળત્કાર કરવાનો આરોપ છે. ગુજરાત કોર્ટે કહ્યું કે બંને બહેનો સહિત 46 અન્ય ફરીયાદી પક્ષના સાક્ષીઓનું રેકોર્ડિંગ બાકી છે. આ બાબતે ગુજરાત તરફથી એડિશન સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર રહ્યા હતા. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે આસારામ બાપૂના કેસમાં 29 ફરીયાદી સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે 46 અન્યના નિવેદન લેવાના બાકી છે.

તુષાર મહેતાએ આ દલીલોની અંદર કોર્ટને કહ્યું કે સાક્ષીઓના નિવેદન દાખલ કરવામાં ઝડપ લાવવામાં આવે. આ મુદ્દાની આગળની સુનવણી જુલાઇના ત્રીજા સપ્તાહમાં થનારી છે. તાજેતરમાં જ કોર્ટ તરફથી આસારામની જામીનને રદ કરી દેવામાં આવી હતી. આસારામ તરફથી ખરાબ સ્વાસ્થ્યને જામીન માટે આધાર બનાવવામાં આવી હતી. આસારામ વિરુદ્ધ રાજસ્થાન અને ગુજરાતની કોર્ટમાં બે અલગ અલગ કેસ દાખલ છે.

http://sambhaavnews.com/

You might also like