ચાલુ નાણાકીય વર્ષમાં SBI વ્યાજદર નહીં ઘટાડે

મુંબઈઃ દેશની જાહેરક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરવાની સંભાવનાનો ઇન્કાર કરી દીધો છે. પાછલા વર્ષ દરમિયાન એસબીઆઇએ પોતાના બેઝ રેટમાં ૦.૪ ટકાનો ઘટાડો કર્યો હતો. બેન્ક વ્યાજદર ઘટાડે તેવી સંભાવના હતી, પરંતુ બેન્કના સત્તાવાળાઓએ વ્યાજદર ઘટાડવાની સંભાવનાઓનો ઇન્કાર કર્યો છે. પાછલાં વર્ષે ઓક્ટોબર મહિનામાં એસબીઆઇએ બેઝ રેટમાં ૦.૪ ટકા ઘટાડી ૯.૪ ટકા કરી દીધો છે. અગ્રણી એસબીઆઈએ વ્યાજદર નહીં ઘટાડવાનો નિર્ણય કરતાં અન્ય બેન્કો પણ તેને અનુસરી શકે છે.

એસબીઆઇનાં ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે હાલ બેન્કમાં બેઝ રેટમાં વધુ ઘટાડો થવાની સંભાવનાઓ જોવાતી નથી.ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે ૨૯ સપ્ટેમ્બરે નીતિગત વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ એસબીઆઇ સહિત અન્ય બેન્કોએ પણ પોતાના બેઝ રેટમાં ઘટાડો કર્યો હતો. દરમિયાન બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ આગામી એપ્રિલ મહિનાથી બેઝ રેટની ગણતરીની નવી ફોર્મ્યુલાની અમલવારી કરી રહી છે ત્યારે બેન્કોએ તે સમયે વ્યાજદરમાં ઘટાડો કરવો પડી શકે છે તેવી
શક્યતા છે.

You might also like