1 જુનથી સ્ટેટબેંક પોતાની સર્વિસ ચાર્જમાં કરશે વધારો

નવી દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાનાં સર્વિસ ચાર્જમાં ફરીથી ફેરબદલ કરી દીધી છે. સર્વિસ ચાર્જ સાથે જોડાયેલા એક નિયમ એસબીઆઇમાં 1 જુનથી લાગુ પડશે. નવા નિયમો અનુસાર તમારે એસબીઆઇ અંગેની કોઇ પણ સેવા માટે વધારે પૈસા ચુકવવા પડશે. એવામાં જો તમારુ ખાતુ સ્ટેટબેંકમાં છે તો આ સમાચાર તમારા માટે જ છે.

1 જુનથી જો તમારી જુની અને ફાટેલી નોટો બદલાવશો તો એસબીઆઇ તમારી પાસેથી 2થી માંડીને 5 રૂપિયા સુધીનો ચાર્જ વસુલી શખે છે. જો કે આ શુલ્ક ત્યારે વસુલાશે જ્યારે તમારી પાસે 20થી વધારે આ પ્રકારની નોટ હોય અથવા તેની કિંમત 5 હજારથઈ વધારે હોય.જો તમે સીમાની અંદર નોટ બદલશો તો બેંક તમારી પાસે કોઇ ચાર્ નહી વસુલે.

એસબીઆઇ બેઝીક સેવિંગ ડિપોજીટ પર પણ એકાઉન્ટર હોલ્ડર માટે સર્વિસ ચાર્જનાં નિયમોમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે. તેમાં ફ્રી કેશ વિડ્રોઅલ લિમિટ 4 જ રહેશે. તેમાં એટીએમથી કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શનનો પણ સમાવેશ થાય છે. જો તમે 4 વખતથી વધારે રોકડ ઉપાડશો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા અલગથી ચાર્જ ચુકવવો પડશે.

નવા નિયમો અનુસાર એસબીઆઇનાં એટીએમ ઉપરાંતની લેવડ દેવડ પર તમારે 10 રૂપિયા ચુકવવા પડશે. જો તમે બીજી બેંકનાં એટીએમથી એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે તેના માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડશે. તેના પર સર્વિસ ચાર્જ પણ વસુલાશે.

You might also like