સ્ટેટ બેંકે જપ્ત કરી માલ્યાની ફરારી અને મર્સિડીઝ સહિત 20 કિંમત ગાડીઓ

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકએ વિજય માલ્યાની ફરારી, મર્સિડીઝ, મિત્શુબિસી લાંસર સહિત 20થી વધુ કિંમતી ગાડીઓને જપ્ત કરી લીધી છે. આ બધી ગાડીઓ સ્ટેટ બેંકના કબજામાં માલ્યાના ગોવાવાળા મશહૂર કિંગફિશર વિલામાં હતી. એસબીઆઇએ વિલામાં 40 સુરક્ષા ગાર્ડ ગોઠવ્યા છે.

ગોવા જનાર પ્રવાસીઓ માલ્યાના કિંગફિશર વિલાની સાથે સેલ્ફી લેવાનું ચૂકતા નથી. ગત એક અઠવાડિયાથી દરરોજ હજારો પરિવાર વિલા જોવા માટે પહોંચી રહ્યાં છે. એક દેવાદાર કરોડપતિનું ઘર જોવામાં લોકોને રસ છે. અમદાવાદથી આવેલા એક પ્રવાસે નિમેષ શાહે જણાવ્યું હતું કે તે ઘણીવાર ગોવા આવી ચૂક્યા છે. પહેલીવાર તે આ વિલાને જોવા માટે આવ્યા છે. તેમણે પોતાના પરિવારની સાથે અહીં ઘણી તસવીરો ખેંચાવી છે.

તમામ ગાર્ડ્સ આ શાહી વિલાની તમામ સુવિધાઓનો જોરદાર ઉપયોગ કરી રહ્યાં છે. રાધેશ્યામે જણાવ્યું હતું કે ગત ચાર દિવસથી અમે અહીં જમવાનું બનાવીએ છે. વાસણ ધસીએ છીએ. ન્હાઇએ છીએ, ઉંઘીએ છીએ અને અમારું બધુ કામ કરીએ છીએ. અમેને અહીં વિલાની હરાજી અથવા બેંકોને માલ્યા દ્વારા દેવું ચૂકવવામાં આવે ત્યાં સુધી રોકાવવાનું કહેવામાં આવ્યું છે.

આ ગાર્ડસ પર લગભગ 90 કરોડ રૂપિયાની કિમતના આ વિલાની સુરક્ષાની જવાબદારી છે. આ વિલામાં માલ્યાની કિંમતી ફરારી, મર્સિડીઝ, મિત્શુબિશી લાંસર સહિત ઘણી કારો છે. વિલાના મોટા લોનમાં 10થી વધુ નાની કારોનો ઉપયોગ કરવામાં આવી રહી છે. આ કારોની કિંમત પણ ઘણા કરોડોમાં છે.

આશ્વર્યની વાત એ છે કે ઘરના મુખ્ય ભાગથી થોડે દૂર અને લોનના અંતિમ છેડે સમુદ્રના કિનારે એક એપાર્ટમેન્ટ સાઇઝનો બેડરૂમ છે. માલ્ય અહીં પોતાની અંગત પળો પસાર કરતા હતા. આ બેડરૂમમાં વિલાસિતાની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરક્ષા ગાર્ડે આ વિશે જણાવતાં કહ્યુ6 કે એસબીઆઇ ટૂંક સમયમાં તેની ઇ હરાજી કરવાનું વિચારી રહી છે.

ગત શુક્રવારે એસબીઆઇ કેપે વિલા પર કબજો કર્યા બાદ અહીં 4 0ગાર્ડ્સ તૈનાત કર્યા છે. કંડોલિમ બીચ પાસે ત્રણ એકરથી વધુની પ્રોપટી પર તૈનાત ગાર્ડ્સ જરૂરત પડતાં બાઉન્સરનું કામ પણ કરે છે. તેમાંથી કોઇપણ ગાર્ડ ગોવાનો રહેવાસી નથી. કેટલાક મુંબઇના છે અને કેટલાક ગાર્ડ પટનાથી બોલાવવામાં આવ્યા છે. આ બધા એસબીઆઇના લોન રિકવરી એસીઆઇના કંસલ્ટેંટ કંપનીના કર્મચારી છે.

બેંકે જણાવ્યું હતું કે ન્યૂનતમ 100 કરોડ રૂપિયાની કિંમતથી શરૂ કરીને વિલાની ઇ હરાજી કરવામાં આવશે. આ સાથે જ વિલાની બધી જ અચલ સંપત્તિ, એટીંક ઇંટીરિયર્સ અને 24 કારો પણ સામેલ હશે. કારોની કિંમત એડ કર્યા બાદ વિલાની વાસ્તવિક કીંમત 150 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. બેંકે કહ્યું કે વિલા ખરીદનાર હાલમાં ફાયદામાં રહેશે.

You might also like