દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ના RTI હેઠળ વિત્ત વર્ષ 2017-18માં પોતાના ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલા કુલ ATMના ચાર્જની જાણકારી આપવા માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. વાસ્તવમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ કેટલો ચાર્જ વસૂલ્યો છે તે જાણવા માટે RTI કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશના સામાજિક કાર્યકર્તા ચન્દ્રશેખર ગૌડે જણાવ્યું કે એમણે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)માં અરજી RTI કરીને 31 માર્ચે પૂર્ણ થયેલ નાણાકીય વર્ષમાં ગ્રાહકો પાસેથી કેટલો ATM ચાર્જ વસૂલ્યો હતો તે અંગે માહિતી માંગી હતી. SBIના એક અધિકારીએ આ અરજીના રિપ્લાયમાં મોકલેલા જવાબમાં આ અંગેની માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. આગળ કહ્યું કે આ માહિતીથી બેંકના સંસાધનોને અસંગત રૂપિ વિચલિત કરી શકે છે.
જો કે ચોંકાવનારી વાત તો એ છે કે SBIએ વર્ષ 2016-17 દરમિયાન ગૌડની વિવિધ RTIના જવાબમાં તેમના સહયોગીઓ દ્વારા પોતાના ગ્રાહકો પાસેથી ગત નાણાકીય વર્ષમાં કેટલો ATM ચાર્જ વસૂલવામા આવ્યો હતો તે માહિતી આપી દીધી હતી. RTI કાર્યકર્તાએ જણાવ્યું કે, ”મને એ સમજમાં નથી આવી રહ્યુ કે ATM પર વસૂલવામા આવેલા ચાર્જ જાહેર કરવામાં SBI પાછળ કેમ હટી રહી છે.”
ચન્દ્રશેખર ગૌડે કહ્યું કે, એમની જ જૂની RTI અરજી પર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ માહિતી આપી હતી કે તત્કાલીન સહયોગી બેંકોએ નાણાકીય વર્ષ 2016-17માં 1556.27 કરોડનો ATM ચાર્જ વસૂલ્યો હતો, 2015-16માં 310.44 કરોડ અને 2014-15માં 210.47 કરોડ ચાર્જ વસૂલ્યો હતો.
એમણે આગળ કહ્યું કે, ATMચાર્જની વસૂલી અંગે RTIનો જવાબ ન આપવો એ યોગ્ય બાબ નથી. ચંદ્રશેખર ગૌડ હવે RTI અધિનિયમ અંતર્ગત અપીલ દાખલ કરશે.