એસબીઆઈ હવે રપ,૦૦૦ની લિમિટવાળું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે

નવી દિલ્હી: રોકડ રકમની મર્યાદિત ઉપલ‌િબ્ધના સંદર્ભમાં હવે એસબીઆઇ ટૂંક સમયમાં રૂ.રપ,૦૦૦ની મર્યાદાવાળું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. આ કાર્ડ મુખ્યત્વે સમાજના નીચલા વર્ગના એવા લોકો માટે છે કે જેઓ પેમેન્ટ કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેમની પાસે કોઇ કાર્ડ નથી.

એસબીઆઇ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસીસના સીઇઓ વિજય જશુજાએ જણાવ્યું હતું કે સમાજના આવા વર્ગોને બેન્ક ડિપોઝિટની અવેજમાં રૂ.પ૦,૦૦૦ની મર્યાદાવાળું કાર્ડ આપવામાં આવશે. એસબીઆઇ કાર્ડ તેમને બે ત્રણ મહિનામાં આવા સુર‌િક્ષત કાર્ડની ઓફર કરશે.

જનધન ખાતાધારકો પણ આ કાર્ડ માટે સંભવિત ગ્રાહક બની શકે છે. એસબીઆઇ કાર્ડ ડિલિવરીમાં લાગતા સમયને ઘટાડવાની દિશામાં કામ કરી રહી છે, જેથી આ નેેટવર્ક દ્વારા વધુમાં વધુ લોકોને જોડી શકાય. તેમણે જણાવ્યું હતું કે અત્યારે કાર્ડની ડિલિવરીમાં ૯થી૧૧ દિવસનો સમય લાગે છે જે હવે અમે ઘટાડીને બે કે ત્રણ દિવસનો કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ કાર્ડ મેળવવાની પ્રક્રિયા પણ સરળ બનાવી છે અને સંભવિત ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપવા માટે આવકની મર્યાદા ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like