દુનિયાની 50 ટોચની બેંકોમાં SBIનો થયો સમાવેશ

નવી દિલ્હી : પાંચ સહાયક બેંકો તેમજ ભારતીય મહિલા બેંક (બીએમબી)નો ભારતીય સ્ટેટ બેંકનો એક ભાગ બની ગઇ છે. એસબીઆઇનો હવે દુનિયાની 50 ટોચની બેંકોમાં સમાવેશ થઇ ગયો છે. સ્ટેટ બેંક ઓફ બીકાનેર, સ્ટેટ બેંક ઓફ હૈદરાયાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર તેમજ ભારતીય મહિલા બેંકનો એસબીઆઇમાં વિલય થઇ ગયો છે. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છ બેંકોના એક સાથે વિલયની સાથે એસબીઆઇને એક વાર ફરી બદલાવ તેમજ બેંકોમાં દેશની અગ્રણી બેંક હોવાની ક્ષમતા પુરવાર કરી દીધી છે.

આ વિલય સાથે એસબીઆઇનો કુલ મિલ્કત મામલે દુનિયાની 50 બેંકોમાં સમાવેશ થઇ ગયો છે. બેંકની કુલ ગ્રાહકોની સંખ્યા 37 કરોડ થઇ ગઇ છે. જ્યારે બેંકની કુલ શાખાઓનું નેટવર્ક 24 હજારે પહોંચી ગયું છે જ્યારે એટીએમ 59 હજારે પહોંચી ગયા છે. બેંકોના વિલય બાદ બેંકની જમા રાશિ 26 લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like