બેંકથી વારંવાર નોટ લેનારા લોકોની થશે ઓળખાણ, આંગળી પર નિશાન

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણય બાદ છેલ્લા એક સપ્તાહથી દેશમાં ચાલી રહેલી રોકડની મુશ્કેલી વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક રાહતના સમાચાર આપ્યા છે. એસબીઆઇ જલ્દી પોતાના એટીએમથી 20 અને 50ની નોટ નિકાળવાની સુવિધા આપવા જઇ રહી છે. સવારથી જ એટીએમ અને બેંકની બ્રાંચોમાં લાંબી લાઇનો લાગેલી છે. પરંતુ સરકારની ગેરવ્યવસ્થાને કારણે લોકોએ મંગળવારે પર હેરાન થઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ એટીએમ ખરાબ તો કેટલીક જગ્યાએ એટીએમ ખાલી જોવા મળ્યા હતાં. ખાલી રહેલા એટીએમની બહાર પણ લોકોની લાઇનો લાગેલી હતી. પૂછવા પર એ લોકો કહી રહ્યા હતાં કે એ લોકો એટીએમમાં પૈસા નંખાવવાની રાહ જોઇ રહ્યા છે.

લોકો અડધી રાતથી જ લાઇનોમાં લાગેલા છે કારણ કે કેશ નિકાળી શકાય અને જૂની નોટો એક્સચેન્જ કરાવી શકાય. જો કે કેટલીક જગ્યાએ એટીએમના કામ બંધ થવા પર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો છે. આ સાથે લોકો આજથી એટીએમમાંથી 2000ની નોટ પણ નિકાળી શકશે. એટીએમમાં નવી નોટોને કારણે આવેલી મુશ્કેલીથી ટેકનિકલ એક્સપર્ટ કામ કરી રહ્યા છે અને આજથી લોકોને એટીએમ પર લોકોને 2000ની નોટ મળશે.

સ્ટેટ બેંકએ જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં તેમની વિવિધ શાખાઓમાં કુલ 83,702 કરોડ રૂપિયાની 500 અને 1000ની નોટો જમા થઇ છે. આ પહેલા કાલે ભારતીય બેંક સંઘે કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં બેંકોએ 30,000 કરોડ રૂપિયાની નવી 2000 રૂપિયા અને બીજી નોટો પહોંચાડવામાં આવી છે.

500 અને 1000ની નોટ બંધ કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજી પર મંગળવારે સુનાવણી થઇ શકે છે. મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ એક વકીલે જાહેરહિતની અરજી દાખલ કરીને આ નિર્ણય પર તત્કાલ રોક લગાવાની માંગણી કરી હતી. અને એની સુનાવણી માટે તત્કાળ અરજી લાવવામાં આવી હતી પરંતુ કોર્ટે આ બાબતે મંગળવારે સુનાવણી કરવા કહ્યું હતું.

You might also like