સ્ટેટ બેન્કમાં સહયોગી બેન્કનું મર્જર માર્ચના અંત સુધીમાંઃ ભટ્ટાચાર્ય

મુંબઇ: દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સહયોગી બેન્કનું વિલિનીકરણ આગામી વર્ષના માર્ચના અંત સુધીમાં થઇ જશે. એસબીઆઇના પ્રમુખ અરુંધતી ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષના અંત સુધીમાં સહયોગી બેન્કનું વિલિનીકરણ કરવાની સમયમર્યાદા છે. એસબીઆઇમાં અન્ય બેન્કોનું વિલિનીકરણ થવાના કારણે એશિયાની સૌથી મોટી બેન્ક બનાવની શક્યતા છે.

એસબીઆઇમાં પાંચ સહયોગી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાણવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર તથા સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ બેન્ક સામેલ છે.

નોંધનીય છે કે એસબીઆઇમાં પાંચ સહયોગી બેન્કના વિલિનીકરણ તથા સરકારની નીતિના વિરોધમાં દેશભરની બેન્કોના કર્મચારીઓએ ગઇ કાલે એક દિવસની હડતાળ પાડી હતી, જેના કારણે કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર અટવાઇ ગયા હતા.

You might also like