શું તમારું એકાઉન્ટ SBI માં છે, તમારા માટે છે ખુશખબર..!

ભારતીય સ્ટેટ બેન્કે નવા વર્ષની શરૂઆતમાં પોતાના ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડો કરીને કરી હતી. પરંતુ ગીફ્ટ આપવાનું અહીં જ પુરૂ થયેલ નથી. ભારતીય સ્ટેટ બેન્ક હવે તમને એક બીજી મોટી ગીફ્ટ આપવા જઇ રહ્યું છે. જેમાં તમે તમારા ખાતામાં ઓછા પૈસા પણ રાખી શકશો અને મિનીમ બેલેન્સના દંડથી બચી પણ શકશો.

એક મળતા અહેવાલ પ્રમાણે એસબીઆઇએ ગત વર્ષમાં મિનિમમ બેલેન્સના દંડમાં 1771 કરોડ રૂપિયા લીધા હતા. બેન્ક દ્વારા લેવામાં આવેલી દંડની આ રકમ તેના ત્રિમાસિક નેટ પ્રોફિટ કરતા પણ વધારે છે. મિનિમમ બેલન્ચ પરના દંડને લઇને એકવાર ફરી એસબીઆઇની નિંદા કરવામાં આવી હતી. બીજી તરફ સરકાર દ્વારા પણ બેન્ક પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

જેને લઇને એસબીઆઇ પોતાના કસ્ટમર માટે મિનિમમ બેલેન્સને લઇને ગીફ્ટ આપી શકે છે તેની સાથે એક મોટી રાહત પણ આપવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સ 3000થી ઘટાડી 1000 કરવાની તૈયારી કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ બેન્ક દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.

જો આમ બનશે તો તમે એસબીઆઇના તમારા બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 3000ની જગ્યાએ 1000 રાખી શકશો. તેની સાથે એસબીઆઇ એક બીજી પણ કસ્ટમરને રાહત આપવાની તૈયારી કરી રહી છે જેમાં મિનિમમ બેલેન્સને ત્રિમાસિક સ્તર પર રાખવાનો નિયમ બનાવી શકે છે.

You might also like