50 લાખની છેતરપીંડીના કેસમાં સાયોના ગ્રુપનાં બિલ્ડરની ધરપકડ

અમદાવાદ : શહેરનાં જાણીતા સાયોના ગ્રુપનાં બિલ્ડર દીપક પટેલ અને વિષ્ણુ પટેલની 50 લાખની છેતરપીંડી મુદ્દે ધરપકડ થઇ છે. જો કે આ ધરપકડ બાદ હાલ આ મુદ્દો બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષ બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે બિલ્ડર લોબીમાં સાયોના બિલ્ડરની સારી એવી શાખ છે.

ચંદુભાઇ સાધુ નામના વ્યક્તિએ કરેલી ફરિયાદ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સાયોના ગ્રુપના દિપક ભાઇ તેમના ઘરે આવ્યા બાદ જ્યાં તેમણે કહ્યું કે મહેસાણામાં એક સ્કીમ મુકવા જઇ રહ્યા છે. જો કે તેમાં 50 લાખ જેટલા રૂપિયા ખુટે છે. માટે તેઓએ મદદ કરવા માંગ કરી હતી. મે પૈસા આપવાની ના પાડી હતી.

જો કે દિપક ભાઇને ના પાડ્યા બાદ તેમણે મને ભાગીદારીની ઓફર કરી હતી. જો કે મે ભાગીદારીની પણ મનાઇ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે ભાગીદાર ન થાઓ તો અમારી નવી શરૂ થઇ રહેલ કંપનીનાં નામે 50 લાખ આપો અમે તમને મહેસાણાની સ્કીમમાં એક દુકાન આપીશું. જો કે તેઓ આપૈસા લીધા બાદ ફરી ગયા હતા.

You might also like