ફિલ્મો તો જ મળે, જો કામ સારું હોયઃ સાયશા

અજય દેવગણની ફિલ્મ ‘શિવાય’થી બોલિવૂડમાં પ્રવેશનારી ફિલ્મ અભિનેતા સુમિત સાયગલની પુત્રી સાયશા સાયગલ ખૂબ જ ઉત્સાહિત છે. અજય દેવગણ સાથે કામ કરવાના તેના અનુભવ વિશે વાત કરતાં તે કહે છે કે ફિલ્મમાં મારો રોલ એક વેસ્ટર્ન યંગ છોકરીનો છે, જે વર્કિંગ ગર્લ છે. ભારતીય છે, પરંતુ બલ્ગેરિયામાં રહે છે. આ પાત્ર અજય દેવગણની સાથે-સાથે ચાલે છે. અજયની સાથે કામ કરવું જરાય મુશ્કેલ ન હતું, કેમ કે જ્યારે તમે કોઇ ફિલ્મી પરિવારમાંથી આવો છો ત્યારે તમારું ફિલ્મ મેકર્સની સાથે મિટિંગ કરવાનું સરળ બની જાય છે. એ વાત અલગ છે કે તમને ફિલ્મો ત્યારે જ મળે જ્યારે તમારું કામ સારું હોય.
સાયશા બાળપણથી જ એક્ટર બનવા ઇચ્છતી હતી, જેની શરૂઆત ૯ વર્ષની ઉંમરમાં ડાન્સ ટ્રેનિંગથી થઇ. તે કહે છે કે મારું સમગ્ર ફોકસ અભિનય પર જ હતું. આ મારી પહેલી હિંદી ડેબ્યૂ છે, પરંતુ આ અગાઉ હું બે અન્ય ભાષાની ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છું, જેમાં એક તામિલ અને એક તેલુગુ ફિલ્મ સામેલ છે. નિર્દેશક તરીકે અજયનાં વખાણ કરતાં સાયશા કહે છે કે તેઓ ટેક્િનકલી ખૂબ જ સ્ટ્રોંગ છે. એક સારા કલાકાર હોવાના નાતે નિર્દેશક તરીકે તેમને શું જોઇએ તેની તેમને જાણ છે. મને હવે પછી અજય દેવગણ સાથે કામ કરવાનો મોકો મળશે તો હું તે ચૂકીશ નહીં. તેઓ મારા માટે એક પરિવાર જેવા છે. તેમની સાથે કામ કરીને હું ઘણી વસ્તુઓ શીખી છું. •

You might also like