શોર્ટ ફિલ્મોનો લાભ મળ્યોઃ સયાની

કેટલાક લોકો મોટું કામ મેળવવાની લહાયમાં નાનું કામ કરતા નથી પરંતુ કેટલાક લોકો અેવા પણ હોય છે જે કોઈપણ પ્રકારનું કામ કરવામાં શરમ અનુભવતા નથી. સયાની ગુપ્તા અાવી જ એક અભિનેત્રી છે. તે નાના નાના રોલ ભજવીને અાજે ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. શાહરુખ ખાનની સાથે ફિલ્મ ફેનમાં તેનું કામ નોટિસ કરાયું છે. સયાનીનું માનવું છે કે મોકા મળવા તે મહત્વની બાબત છે. સયાનીને સેકન્ડ લીડ રોલ અોફર થઈ રહ્યા છે. સયાની કહે છે કે ૨૦૧૨માં મારી પહેલી ફિલ્મ સેકન્ડ મેરેજ ડોટ કોમ રિલીઝ થઈ હતી. ત્યારે મને ખાસ નોટિસ કરાઈ ન હતી. ત્યારે મારી પ્રાથમિકતા હતી કે ખુદને લાઈમ લાઈટમાં રાખવાની પરંતુ ત્યારબાદ મેં કેટલીક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું અને મને તેનો લાભ મળ્યો.

ચાર વર્ષ બાદ અાવેલી ફિલ્મ માર્ગારેટા વિથ અ સ્ટ્રોઅે મારી અેક અોળખ ઊભી કરી. હાલમાં મારી કોશિશ એ જ હોય છે કે મને સારા રોલ મળે. હવે સયાની જગ્ગા જાસૂસ અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં અાવી રહી છે. તે કહે છે કે અા ફિલ્મોમાં મારા રોલ નાના હોવા છતાં પણ દમદાર છે. કરિયરની શરૂઅાતમાં મને રણવીર કપૂર, કેટરીના કૈફ અને શાહરુખ ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો તે મારા માટે ગર્વની બાબત છે. કોલકાતામાં જન્મેલી સયાની કોલેજ કરવા દિલ્હી અાવી. તેના પિતા સંગીતકાર અને નાટ્ય કલાકાર હોવાના કારણે નાટકો તરફ તેને ઝુકાવ થયો અને તેની કિસ્મત મુંબઈ લઈ અાવી પરંતુ તેને જે સંઘર્ષ કરવો પડ્યો તે કદી નહીં ભૂલી શકાય. •

You might also like