ઉપાડની મર્યાદાનો આવશે અંત, સોમવારથી ઇચ્છામુજબ ઉપાડી શકશો રૂપિયા

નવી દિલ્હી: બચત ખાતાધારકો 13 માર્ચથી પોતાના ખાતાઓમાંથી ઇચ્છા મુજબ રકમ નિકાળી શકશે. એની સાથે નોટબંધી બાદ વિવિધ ખાતાઓમાંથી નિકાસી પર લગાવામાં આવેલી દરેક પ્રકારની સીમાઓ પૂરી થઇ જશે. હાલમાં બચત ખાતાઓમાંથી દર સપ્તાહે વધારેમાં વધારે 50 હજાર રૂપિયા નિકાળી શકાશે. ભારતીય રિઝર્વ બેન્કએ 8 ફેબ્રુઆરીએ ચાલુ નાણાંકીય વર્ષની દ્વિમાસિક સમીક્ષા રજૂ કરતાં આ માટેની જાહેરાત કરી છે. એ સમયે રોકડ ઉપાડવાની રકમ 24 હજાર હતી, જેને 20 ફેબ્રુઆરીએ 50 હજાર કરવામાં આવી છે.

ચાલુ ખાત, ઓવર ડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ ખાતાઓમાંથી નિકાસીની રકમ 30 જાન્યુઆરી એ જ સમાપ્ત કરી દીધી હતી. સાથે એક ફેબ્રુઆરીથી એટીએમમાંથી નિકાળવાની સીમા પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી. પરંતુ બચત ખાતાઓ પર સાપ્તાહિક નિકાસીની સીમા યથાવત રહેવાના કારણે ખાતાધારકો માટે એક પ્રકારથી પૈસા નિકાળવા પર પણ સીમા નક્કી છે. નોટબંધી બાદ આરબીઆઇએ પૂરતી માત્રામાં નવી નોટો બેંકો તથા એટીએમમાં પહોંચવા પહેલા રોકડ નિકાસીની સીમા નક્કી કરી લીધી હતી.

જેમ જેમ નવી નોટોનું પ્રચલન વધતુ ગયું છે, આરબીઆઇ રોકડ નિકાસી પર લાદવામાં આવેલી સીમાઓમાં ઢીલ આપતી રહે છે તથા 13 માર્ચથી એને પૂરી રીતે સમાપ્ત કરી દેવામાં આવશે. સત્તાવાર રીતે સીમાઓ સમાપ્ત કરવા છતા પણ બેંકોને પોતાના તરફથી એટીએમમાંથી પૈસા નિકાળવાની સીમા નક્કી કરવા માટે અધિકાર આપવામાં આવ્યો છે. દેશના વિભિન્ન રાજ્યોમાંથી મળેલી જાણકારી અનુસાર હજું પણ કેટલીક જગ્યાએ બેંકોના એટીએમથી હજુ પણ એક વખત બે હજાર રૂપિયાથી વધારે નિકળી રહ્યા નથી. દરેક બેંકે પોતના હિસાબથી અલગ અલગ સીમા નક્કી કરી રાખી છે.

http://sambhaavnews.com/

You might also like