VIDEO: ગુજરાત વિધાનસભામાં જોવાં મળ્યો સૌરાષ્ટ્રનાં નેતાઓનો દબદબો, જાણો કઇ રીતે?

ગુજરાતઃ 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ છે. ત્યારે આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રનાં નેતાઓનો દબદબો જોવા મળ્યો છે. એક તરફ વિધાનસભામાં સત્તાપક્ષ કામગીરી કરી રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વિપક્ષની કામગીરી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠકથી ચૂંટાયા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીને બનાવવામાં આવ્યાં છે અને તેઓ અમરેલી બેઠક પરથી ચૂંટાયા છે.

આ સિવાય મહત્વનું છે કે, વિધાનસભામાં સૌરાષ્ટ્રનાં કુલ 11 જિલ્લા છે અને 48 બેઠકો છે. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને જીત મળી છે. જેમાં ભાજપને 19 બેઠકો, કોંગ્રેસને 28 બેઠકો અને NCPને માત્ર 1 બેઠક પર જીત મળી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં 5 બેઠકો પરથી કોંગ્રેસનાં 4 ધારાસભ્યોને જીત મળી છે.

મોરબીમાં પણ ત્રણેય બેઠકો પર કોંગ્રેસને જીત મળી છે. જ્યારે રાજકોટની 8 બેઠકોમાંથી ભાજપનાં 6 ધારાસભ્યોને જીત મળી છે. જામનગરની 5 બેઠકો પરથી કોંગ્રેસનાં 3 ધારાસભ્યોને જીત મળી હતી અને ભાજપને માત્ર 2 બેઠકો જ મળી હતી.

પોરબંદરની 2 બેઠકોમાંથી ભાજપને 1 બેઠક પર જીત મળી. જ્યારે દ્વારકાની 2 બેઠકોમાંથી બંને પક્ષને 1-1 બેઠક પર જીત મળી હતી. ત્યારે જૂનાગઢની 5 બેઠકોમાંથી કોંગ્રેસને 4 બેઠકો મળી હતી અને સોમનાથમાં પણ કોંગ્રેસનો ભારે દબદબો જોવા મળ્યો. સોમનાથની ચારેય બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી.

અમરેલીની પાંચેય બેઠકો પણ કોંગ્રેસ જીતી હતી. જ્યારે ભાવનગરમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો અને ભાજપને 6 બેઠકો પર જીત મળી હતી.

You might also like