સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને ચેતેશ્વર પૂજારા-રવીન્દ્ર જાડેજાની પ્રશંસા કરી

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા ઓસ્ટ્રેલિયા સામે વર્તમાનમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતની ટીમના બે ખેલાડી રવીન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાએ કરેલા શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી છે. આ બંને ખેલાડી સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમે છે. એસો. તરફથી બહાર પાડવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ”તાજેતરની ટેસ્ટ મેચોમાં જાડેજા અને પૂજારાના દેખાવે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એસ.સી.એ. આ બંને ખેલાડીના શાનદાર દેખાવની નોંધ લે છે, જે સૌરાષ્ટ્રના ક્રિકેટની છબી દર્શાવે છે.” જાડેજાએ તેના સાથી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી આઈસીસી રેન્કિંગમાં ટોચના બૉલર તરીકે સ્થાન મેળવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like