સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિએશનની હડતાળ, તમામ માર્કેટ યાર્ડ રહેશે બંધ

રાજ્યમાં સૌરાષ્ટ્ર એપીએમસી એસોસિએશન આજથી હડતાળ પર ઉતરશે. સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના વેપારીઓ આ હડતાળમાં સામેલ થશે. જેથી તમામ માર્કેટ યાર્ડ પણ આજે બંધ રહેશે.

એપીએમસી એસોસિએશન દ્વારા ભાવાન્તર યોજના લાગુ કરવા સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ સરકાર તરફથી હજુ સુધી જવાબ આપવામાં આવ્યો નથી.  જેને લઇને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આમ આ કારણે જ આજે તમામ માર્કેટ યાર્ડના વેપારીઓ પોતાના કામધંધાથી અળગા રહેશે. ભાવાન્તર યોજના શું છે એ પણ સવાલ થતો હશે તો ચાલો જાણીએ કે આ યોજના શું છે.

ભાવનતર યોજના એટલે હાલ સરકાર જે ટેકા ભાવે મગફળીની ખરીદી કરે છે તેની જગ્યાએ ટેકા ભાવમાં મળતી સબસીડી સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે.

મહત્વનું છે કે હાલ સરકાર ટેકા ભાવે નાફેડના માધ્યમથી ખરીદી કરે છે. જેમાં અનેકવાર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે.  જ્યારે ઘણી વખત તો મોટા ભ્રષ્ટાચાર પણ સામે આવ્યા છે. તેથી જો ભાવાન્તર યોજના લાગુ કરવામાં આવે તો સબસીડી સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થશે. જેના કારણે તેમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને અટકાવી શકાશે.

You might also like