આરબ દેશોની કથળી રહેલી અર્થવ્યવસ્થા : ખુદ રાજાએ ચાલુ કર્યો તબેલો

દુબઇ : ઓલનાં જોરે આગળ આવેલા અરબ દેશોનું અર્થતંત્ર કથળી રહ્યું છે. દેશમાં ફુગાવો કુદકેને ભુસકે વદી રહ્યો છે. સુવિધાઓ ઘટી રહી છે. ફેરારીમાં ફરનારા અને કરોડોનું સોનુ પહેરનારા શેખો હવે કમાણીનાં અન્ય વિકલ્પો પણ શોધી રહ્યા છે. આ પરિસ્થિતી માત્ર સામાન્ય લોકોની છે તેમ નહી સાઉદી સમ્રાટનાં યુવાન દિકરાને પણઆ સમસ્યા નડી રહી છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ ડેરી સ્થાપવાની જાહેરાત કરી છે.

સાઉદી સમ્રાટનાં દીકરા પ્રિન્સ મોહમ્મદ ડેરીમાં 1.80 લાખ ગાય છે. એક દિવસનો પગાર ઓછો આપવો પડે તે માટે તેમણે હિજરી કેલેન્ડરનાં બદલે ગ્રિગોરિયન કેલેન્ડર અપનાવ્યું હતું. સરકારને ગયા વર્ષે 100 અબજ ડોલરની બજેટ ખાદ્ય થઇ હતી. સરકારે છેલ્લા કેટલાક મહિનાથી સરકારી કર્મચારીઓનો પગાર પણઘટાડ્યો છે.

ત્રણ લાખ યુવાનોને દર વર્ષે સાઉદી અરબમાં નોકરી જોઇએ છે. પરંતુ સરકાર પાસે નોકરીઓ નથી. સરકારી ખર્ચમાં ઘટાડો, યોજનાઓ પાછળ ઓછો ખર્ચ, સામાન્ય માણસ પર વધારે કર લાદવા જેવા ઉપાયો કરી રહ્યા છે.

You might also like