સાઉદીએ તેલ ઉત્પાદન વધારવાની આપી ધમકી

કાચા તેલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સાઉદી અરબનું કહેવુ છે કે તેલ ઉપ્તાદનમાં પ્રતિદિવસ 1 મિલિયન બેરલનો વધારો કરવામાં આવશે. સાઉદી અરબના ડેપ્યુટી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને કહ્યું કે હાલમાં પ્રતિદિન 11.5 મિલિયન બેરલ કાચુ તેલનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ અમે ઇચ્છીએ તો 6 થી 9 મહિનાની વચ્ચે 12.5 મિલિયન બેરલ પ્રતિદિન સુધી લઇ જવામાં આવી શકે છે.

સાઉદીના પ્રિન્સે જણાવ્યું હતું કે હું નથી કહેતો કે અમારે વધારે ઉત્પાદન કરવું જોઇએ, પરંતુ અમે ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. પ્રિન્સે કહ્યું હતું કે અમે પ્રતિદિન 20 મિલિયન બેરલ ઉત્પાદન કરી શકીએ છીએ, જેના માટે અમારે રોકાણની જરૂરિયાત પડશે. પરંતુ અમે એટલું ઉત્પાદન કરવા નથી ઇચ્છતા. બ્લૂમર્ગ દ્વારા એકઠા કરવામાં આવેલા ડેટા મુજબ માર્ચમાં સાઉદી અરબે પ્રતિદિન અંદાજે 10.2 મિલિનય બેરલ કાચુ તેલનું ઉત્પાદન કર્યું.

સાઉદી તરફથી જણાવવામાં આવ્યું છે કે અન્ય દેશ (ઇરાન) ઉત્પાદનમાં કમી કરવા પર રાજી નહી થાય ત્યાં સુધી તેઓ કાચા તેલના ઉત્પાદનમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરશે નહીં. ઉલ્લેખનીય છે કે 17મીએ દોહામાં કાચા તેલના ઉત્પાદનની ક્ષમતા નક્કી કરવામાં બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે આ બેઠકમાં કોઇ ઠોસ નિર્ણય લઇ શકાયે તેવી આશા ઓછી છે.

You might also like