સાઉદી અરબમાં મહિલા પાઈલટોઅે પ્લેન ઉતાર્યું

જેદાહ: રોયલ બ્રુનેઈ એરલાઈન્સે પહેલી વાર એક એવું પ્લેન ઉડાડ્યું, જેની ડેક ક્રૂ સ્ટાફની દરેક સભ્ય મહિલા છે. સાથેસાથે બ્રુનેઈ એરલાઈન્સના અા વિમાનનું લે‌િન્ડંગ સાઉદી અરબના જેદાહમાં થયું, જ્યાં અાજે પણ મહિલાઅોને કાર ચલાવવાની અનુમતિ નથી. બ્રુનેઈના સ્વતંત્રતા દિવસને કંઈક અલગ રીતે ઊજવવા માટે એરલાઈન્સે અા પગલું ભર્યું.
૨૩ ફેબ્રુઅારીઅે કેપ્ટન શરીફા સુરેની, સિ‌િનયર ફર્સ્ટ અોફિસર નાદિયા હસીમ અને સિ‌િનયર ફર્સ્ટ અોફિસર સારિયાના નાર્દેને ફ્લાઈટ બીઅાઈ ૦૮૧ને બ્રુનેઈથી જેદાહની વચ્ચે ઉડાડ્યું. સાથે અા દિવસ શરીફા સુરેની માટે ખૂબ જ ખાસ છે, કેમ કે અા જ દિવસે ત્રણ વર્ષ પહેલાં શરીફાઅે સાઉથ-ઇસ્ટ અેશિયાની પ્રતિષ્ઠિત એરલાઈન્સને પહેલી મહિલા કેપ્ટન તરીકે જોઈન કર્યું હતું.

શરીફાઅે જણાવ્યું કે એક બ્રુનેઈ મહિલા તરીકે અા ખૂબ મોટી સફળતા છે. તે એ યુવાનો માટે ખાસ કરીને છોકરીઅો માટે પ્રેરણારૂપ છે, જે સપનાં જુઅે છે અને તેને પૂરાં પણ કરે છે. રોયલ બ્રુનેઈ એરલાઈન્સ વધુ મહિલાઅોને પાઈલટ તરીકે લેવાનું વિચારી રહી છે. એરલાઈન્સે એ‌િન્જ‌િનયરીંગ એપ્રે‌િન્ટસ પ્રોગ્રામની શરૂઅાત કરી છે, જેમાં મહિલા અને પુરુષ બંને અે‌ડમિશન લઈ શકે છે.

બ્રુનેઈ અેરલાઈન્સની અા અૈતિહાસિક ઉડાણ દુનિયાનું ધ્યાન ફરી એક વાર એવા દેશ તરફ લઈ ગઈ છે જ્યાં અાજે પણ મહિલાઅોને કાર ચલાવવાની પરવાનગી નથી. સાઉદીમાં હાલમાં કેટલીક મહિલાઅો દ્વારા ફેસબુક પર એક અોનલાઈન કેમ્પેન વુમન ટુ ડ્રાઈવ ચલાવવામાં અાવ્યું છે, જેમાં મહિલાઅો પોતાની કાર ચલાવતી તસવીરો શેર કરે છે.

You might also like