AAP નેતાઓની ભૂખ હડતાળ, સત્યેન્દ્ર જૈનની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

સાત દિવસથી એલજી કાર્યાલય પર ભૂખ હડતાળપર બેઠેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની હાલત રવિવાર રાત્રે 12 કલાકે બગડી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને દિલ્હી ગેટ નજીક લોકનાયક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તબીબ અનુસાર ભૂખ હડતાળના કારણે તેમના શરીરીમાંથી કીટોનની માત્રા વધી ગઇ છે.

જેના કારણે શરીરીમાં કમજોરી આવી જાય છે અને માણસ બેભાન થઇ જાય છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં એક ડોકટરે જણાવ્યું છે કે હોસ્પિટલ લાવ્યા બાદ મંત્રીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમને તબીબી ખાસ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. તેમને ગ્લૂકોઝ ચઢાવવામાં આવી રહ્યો છે.

તેમને ઇન્જેકશંન દ્વારા દવા આપવામાં આવી રહ્યાં છે. આ અંગેની જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

દિલ્લીમાં IAS ઓફિસરોની હડતાળ સમાપ્ત કરવાની માગણી સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા AAP નેતાઓમાંથી સત્યેદ્ર જૈનની તબિયત લથડી હતી. સત્યેદ્ર જૈનને તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમની હાલત હાલ સ્થિત હોવાનું ડોકટર જણાવી રહ્યા છે. AAP નેતા સંજયશસહે જણાવ્યું કે હજુ સત્યેદ્ર જૈનને ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

મહત્વનું છે કે છેલ્લા 7 દિવસથી IAS ઓફિસરની હડતાળ પૂર્ણ કરવાની માગણીને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મંત્રી મંડળ સહયોગી સત્યેદ્ર જૈન અને ગોપાલ રાય ભૂખ હડતાળ પર છે. સાતમા દિવસે સત્યેદ્ર જૈનની તબિયત લથડતાં તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

You might also like