શનિવારે ચંદ્ર ગ્રહણ થશે

અમદાવાદ: તા.૧૧ ફેબ્રુઆરી શનિવારે વહેલી સવારે ૪ કલાકે છાયા ચંદ્ર ગ્રહણ થશે જેનો સવારે ૮-૧૮ કલાકે મોક્ષ થશે. ૧૦મી ફેબ્રુઆરીએ શુક્રવારે પૂનમનો ક્ષય છે. આ દિવસે સવારે ચૌદશથી તિથિ કે ત્યાર પછી પૂનમની તિથિ શરૂ થશે છાયા ચંદ્ર ગ્રહણ ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું હોતું નથી. શુક્રવારે સવારે ૦૭-૩૩ કલાક સુધી ચૌદશની તિથિ ગણાશે તે જ દિવસે પૂનમ શરૂ થશે. શનિવારે વહેલી સવારે ૪-૦૪ કલાકે ચંદ્ર ગ્રહણ શરૂ થઇને સવારે ૮-૧૮ કલાક સુધી રહેશે.

શ્લેષા નક્ષત્ર અને કર્ક રાશિમાં થનારું આ ગ્રહણ પૃથ્વીને માત્ર છાયા સ્વરૂપે અસરકારક હોવાથી પળાતું નથી. પરંતુ ગ્રહણના સમયમાં કરવામાં આવેલા મંત્ર જાપનું સહસ્ત્ર ગણું ફળ મળતું હોઇને આ ગ્રહણનું ધાર્મિક દૃષ્ટિએ મહત્વ રહે છે.

પથી ૧ર માર્ચ હોળાષ્ટક: ફેબ્રુઆરીમાં લગ્નનાં ૧ર મુહૂર્ત
તા.પ માર્ચથી ૧ર માર્ચ સુધીનો સમય હોળાષ્ટક કમુરતાંનો ગણાશે. ત્યાર બાદ ૧૪ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી મીનારક કમુરતાં હોવાથી લગ્ન, જનોઇ, વાસ્તુ, દેવોની પ્રતિષ્ઠા જેવાં શુભ કાર્યો થશે નહીં. ફેબ્રુઆરી માસમાં ૧લી ફેબ્રુઆરીથી ર૮ ફેબ્રુઆરી સુધીમાં લગ્નનાં કુલ ૧ર શુભ મુહૂર્ત છે. ૧, ર, ૩, પ, ૬, ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ર૮ તારીખોમાં લગ્નની સિઝન પુરબહારમાં રહેશે ખાસ કરીને ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે હોવાથી અમદાવાદ શહેરમાં આ દિવસે ૧ર૦૦થી વધુ લગ્નો યોજાયાં છે.
http://sambhaavnews.com/

You might also like