શત્રુઘ્ન સિંહાએ બિહાર સરકારની પ્રશંસા કરતાં ફરી વિવાદ છેડાયો

પટણા:  હંમેશાં પોતાનાં નિવેદનોને લઈને વિવાદાસ્પદ રહેલા ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ફરી એક વખત વિવાદ છંછેડ્યો છે. શત્રુઘ્નએ બિહારની મહાગઠબંધન સરકારની પૂર રાહતને લઈને ભારોભાર પ્રશંસા કરી છે. આ મુદ્દે બિહાર સરકારની કામગીરીની પ્રશંસા કરતાં શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પણ આ મામલે રાજ્ય સરકારને સંપૂર્ણપણે મદદ કરવી જોઈએ.

શત્રુઘ્નએ પટણા સાહિબના બખ્તિયાર પુરમાં પૂરગ્રસ્તો સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે બિહારની શાસક મહાગઠબંધન સરકાર પૂરગ્રસ્તો વચ્ચે સારું કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે પણ બિહારની સંપૂર્ણ મદદ કરવી જોઈએ. રાજ્ય સરકાર તરફથી પૂર રાહત શિબિરોમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. શત્રુઘ્નએ રાહત શિબિરોમાં રહેતા પૂરગ્રસ્તોને મળીને ત્યાંની વ્યવસ્થા જોઈ હતી. કેન્દ્ર સરકારે પોતાનાં વચન મુજબ રાજ્ય સરકારને સંપૂર્ણ મદદ કરવી જોઈએ એવું પણ શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું.

You might also like