સતપુડા નેશનલ પાર્ક વાઘ માટે છે મશહૂર, માલાબાર ખિસકોલી મળશે જોવા

નર્મદા નદીના દક્ષિણમાં આવેલ સતપુડા ટાઇગર રિઝર્વ જૈવ વિવિધતાથી સંપન્ન જંગલ છે. જે પક્ષીઓ લુપ્ત થઇ રહ્યાં છે તેમના માટે સતપુડા જંગલ સૌથી શ્રેષ્ઠ છે.

વાઘ સાથે માલાબારી ખિસકોલી જોવા માટે સૌથી શ્રેષ્ઠ છે સતપુડા નેશનલ પાર્ક. આમ તો મધ્યપ્રદેશમાં આવેલ સતપુડા નેશનલ પાર્ક વાઘ માટે મશહૂર છે.

સતપુડા નેશનલ પાર્કમાં વનસ્પતિ તેમજ જીવ-જંતુ જોવા મળે છે. જેમાં 1300થી વધારે વનસ્પતિઓ જોવા મળે છે. સતપુડા નેશનલ પાર્કમાં વાઘ, તેંદુઆ સિવાય માલાબર ખિસકોલી, સ્મૂથ કોટેડ ઓટર, પેંગોલિયન, યૂરેશિયન ઓટર, જાયન્ટ સ્કિવરલ, ઉડવાવાળી ખિસકોલી જેવા પ્રાણી-પક્ષીઓ જોવા મળે છે.

તેની સિવાય ગ્રે તેમજ લાલ કલરની મરધીઓ જોવા મળે છે. અહીં પક્ષીઓની 300થી વધારે પ્રજાતિઓ આવેલી છે.  જંગલોની વચ્ચે જ સતપુડાની રાણી એટલે પચમઢી. પચમઢી એ જગ્યા છે જ્યાં તમે સતપુડા નેશનલપાર્ક અને બોરી સેન્ચૂરી સુધી સરળતાથી પહોંચી શકો. પચમઢી સાલ અને સાગૌન જંગલથી ઘેરાયેલું છે. અહી સાત પ્રકારના જંગલ જોવા મળે છે.

એમપીના હોશંગાબાદ જિલ્લામાં સૌથી સુંદર અને શાંત જગ્યા છે મઢઇ. દોઢસો એકરમાં ફેલાયલ મઢઇ સતપુડા નેશનલ પાર્કનો જ એક ભાગ છે. જે ભોપાલથી 130 કિમી દૂર આવેલ છે. પચમઢી જો સતપુડાની રાની છે તો મઢઇ રાજકુમારી.

હોશંગાબાદમાં મધ્યપ્રદેશનો સૌથી લાંબો તવા ડેમ છે. જે બે નદી તવા અને દેનવાનો સંગમ છે. મોનસૂન દરમિયાન અહીં અલગ જ નજારો જોવા મળે છે.

અહીં પહોંચવા માટે રાજા ભોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌથી નજીક છે. જે અહીંથી 180 કિમી દૂર છે. જ્યારે રેલ માર્ગ દ્વારા ઇટારસી જંકશન સૌથી નજીકનું છે. જ્યારે રોડ દ્વારા ઘણી બધી જગ્યાએથી અહીં પહોંચી શકો છો.

You might also like