હું મારા કામથી સંતુષ્ટ છુંઃ કંગના

કંગના રાણાવત એક સમયે ટેન્શન અને ટ્રેસમાં રહેતી હતી, પરંતુ આજે તે સાવ બદલાઇ ચૂકી છે. કરીના કપૂર જેવી સ્થાપિત અભિનેત્રી પણ એવું કહી ચૂકી છે કે તે કંગના રાણાવતથી પ્રેરિત છે. કરીનાનું કહેવું છે કે તે ફિલ્મોમાં કંગના દ્વારા ભજવવામાં આવેલાં પાત્રો પરથી પ્રેરણા લે છે. કંગનાના કામથી કરીના ખૂબ પ્રભાવિત છે. કરીનાના જણાવ્યા અનુસાર કંગના ખૂબ સારું કામ કરી રહી છે. હાલમાં કંગના તેની આગામી ફિલ્મ ‘રંગૂન’માં વ્યસ્ત છે.

કંગના કહે છે કે હવે દર્શકોને અલગ પ્રકારનાં સિનેમા ગમવા લાગ્યાં છે. ભારતીય દર્શકો હવે એવી ફિલ્મો પસંદ કરે છે કે જેમાં ગ્લેમરની સાથે આર્ટ પણ હોય. હિંદુસ્તાની દર્શકો માટે હું તેને ગ્લેમરસ આર્ટ કહેવા ઇચ્છીશ. મારા વિચાર મુજબ દર્શકો એવી ફિલ્મો પસંદ કરી રહ્યા છે, જેમાં કળાની સાથેસાથે ઘણું બધું ગ્લેમર પણ હોય.

કંગના આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની સ્થિતિથી એકદમ સંતુષ્ટ છે. તે કહે છે કે હવે હું મારી ફિલ્મોની પસંદગી જાતે કરી શકું છું. હું હંમેશાં એવી અભિનેત્રી બનવા ઇચ્છતી હતી, જેને નવો મોકો આપવામાં નિર્માતા-નિર્દેશકોને કોઇ પણ પ્રકારનો ડર ન લાગે. આજે હું એ જ સ્થિતિ પર આવીને ઊભી છું. હું મારા સ્થાનથી ખુશ છું. •

You might also like