નોકરી અને ડબલ રૂપિયાની લાલચમાં સેટેલાઈટના યુવકે ૬૮ લાખ ગુમાવ્યા

અમદાવાદ: સેટેલાઈ  વિસ્તારમાં રહેતા યુવકને નોકરીની તેમજ અલગ અલગ પ્રકારની લાલચો અાપી અને ચાર જેટલી વ્યક્તિઅોઅે કુલ રૂપિયા ૬૮ લાખ પડાવી લઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સેટેલાઈટમાં વિદ્યાનગર ફ્લેટમાં રહેતા વલ્લભભાઈ ધોંડ (ઉ.વ.૪૦)ને ૨૦૧૩માં નોકરીની જરૂર હોઈ અોનલાઈન અાપકા રોજગાર સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ નામની વેબસાઈટમાં તેમને બાયોડેટા અાપ્યો હતો. જેના દ્વારા કંપનીમાંથી ફોન અાવ્યો હતો અને ૩૦ હજાર રૂપિયા ભરવા માટે જણાવ્યું હતું.

વલ્લભભાઈઅે બેન્ક એકાઉન્ટમાં ૩૦ હજાર રૂપિયા ભર્યા હતા પરંતુ નોકરી મળી ન હતી. ૨૦૧૪માં શોપરિલે કો. ઉપરથી રમાકાંત નામની વ્યક્તિઅે ફોન કરી અને રોજગાર ડોટ કોમમાં ફસાયેલા પૈસાનું પેમેન્ટ કંપની અાપશે તેમ કહી અને અલગ અલગ સમયે કુલ ૨૦ લાખ રૂપિયા બેન્કમાં ભરાવ્યા હતા.

રમાકાન્ત વર્મા નામની વ્યક્તિનો ફોન અાવતો બંધ થઈ જતાં છેતરપિંડી થઈ હોવાની તેઅોને જાણ થઈ હતી. અોક્ટોબર ૨૦૧૪માં યશ કપૂર નામની વ્યક્તિઅે ફોન કરી રમાકાંત વર્મા ગોળગોળ ફેરવે છે. તેમને જે રૂપિયા તમે અાપ્યા છે તે પરત અપાવી દઈશ તેમ કહી તેમને ૧૦ લાખ રૂપિયા ભરાવ્યા હતા.

૨૦૧૫માં રાજીવ મિત્તલ નામની વ્યક્તિઅે ફોન કરી અને તમારા ભરેલા રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં ગયા છે અને તે રૂપિયા અપાવવાની જવાબદારી અાઈઅારડીની છે તેમ કહી અને અલગ સમયે ૪ લાખ બેન્કમાં ભરાવ્યા હતા.

વલ્લભભાઈને ૨૦૧૩થી ૨૦૧૫ સુધીમાં અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઅે ફોન કરી અને કુલ રૂપિયા ૬૮ લાખ બેન્કમાં ભરાવી દઈ છેતરપિંડી અાચરી હતી. કોઈ એક જ ગેંગ દ્વારા અા ગુનો અાચરવામાં અાવ્યો હોઈ. વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

You might also like