સેટેલાઈટ રોડ ઉપર બેરિકેડની બબાલ

અમદાવાદ: વધતા જતા ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા જતાં ટ્રાફિક પોલીસ દ્વારા ગમે ત્યારે ગમે તે સ્થળે આડેધડ બે‌િરકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતાં વાહનચાલકો અટવાય છે. સેટેલાઈટ રોડ નહેરુનગર, મીઠાખળી અને શાહીબાગ ખાતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક વિભાગે આડેધડ બે‌િરકેડ મૂકી દેતાં વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે.

ગઈ કાલે અચાનક ટ્રાફિક વિભાગે ઝાંસીના સ્ટેચ્યૂ પછી આવતા માણેકબાગ સોસા. ચાર રસ્તા પર વાહનચાલકો માટે યુ-ટર્ન બંધ કરી દેતાં લોકોને છેક નહેરુનગર સર્કલ સુધી ફરીને પાછા આવવું પડી રહ્યું છે તો બીજી તરફ ઈસ્કોન ચાર રસ્તાથી સેટેલાઈટ જતા કે જોધપુર ચાર રસ્તાથી બોડકદેવ તરફ વધવા માગતા વાહનચાલકોને સ્ટાર બજાર જંકશન અથવા રામદેવનગર જંકશન સુધીનો પોણા કિલોમીટરનો રસ્તો કાપવો પડી રહ્યો છે. ટ્રાફિક વિભાગના અચાનક આડેધડ લેવાયેલા નિર્ણયે અનેક વાહનચાલકો ટ્રાફિક ભંગ કરીને બીઆરટીએસ રૂટ પર વાહન ચલાવતા થયા છે, જ્યારે શિવાનંદ આશ્રમ ઈસરો નજીક રોડની એક જ તરફ બે‌િરકેડ મૂકી હોવાથી વાહનચાલકો બે‌િરકેડ ખસેડી રસ્તો કરી રોડ ક્રોસ કરી રહ્યા છે.

શાહીબાગ ખાતે આવેલી કમિશનર કચેરી પાસે પણ ટ્રાફિક પોલીસ દ્વારા બે‌િરકેડ મૂકવામાં આવ્યા છે. સાંકડા રસ્તા પર બે‌િરકેડ મૂકીને રસ્તો સાંકડો કરવામાં આવ્યો છે, જ્યારે બે દિવસ અગાઉ રિવરફ્રન્ટ ખાતે પણ રસ્તા વચ્ચે બે‌િરકેડ મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

અા અંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એડિશનલ સી.પી. સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, શહેરના રામદેવનગર વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે પ્રાયોગિક ધોરણે બેરીકેડ મૂકાયા છે, જો યોગ્ય નહિ લાગે તો બેરીકેડ હટાવી લેવામાં અાવશે.

હું સાઇકલ ચલાવું છું. મારે ફરીને આવવું પડ્યું છે. પગ દુઃખી ગયા. હજુ મૂળ રસ્તો કાપવાનો બાકી છે. ટ્રાફિકવાળાએ અમારો તો વિચાર કરવો જોઈતો હતો.
– પ્રવીણ, રામદેવનગર

હું છેક ૧૫ કિલોમીટર દૂરથી આવ્યો અને હવે જ્યાં રોજી પર જવાનું છે ત્યાં ફરી એક કિલોમીટર ફરવાથી વધુ ૧૫ િમનિટ મોડું થશે. એક તો ટ્રાફિક અને બીજી બાજુ આ ડાઇવર્ઝન ત્રાસ થઈ ગયો.
– રાજવીરસિંહ, અમરાઈવાડી

હું અત્યારે એક બંગલાના ફર્નિચર કામે જાઉં છું, તેમાં આ ટ્રાફિકમાં ડાઇવર્ઝનથી પૂરો અડધો કલાક મોડો પહોંચીશ. અમારા જેવા નાના માણસોને સમય અને પેટ્રોલ બંનેનો માર ન પોસાય.
– કિશનસિંહ રાજપૂત

હંુ ટ્યૂશનમાં જાઉં છું અને અચાનક રૂટિન સમયમાં આ ડાઇવર્ઝન ફેરફાર કરી નાખશે. હું ટ્યૂશનમાં ફરી ફરીને જવાના કારણે ‌િપકઅવર્સમાં મોડો પહોંચીશ.
– પ્રતીક શાહ, મણિનગર

You might also like