સેટેલાઇટમાં એકલા રહેતા યુવકે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

અમદાવાદ: સેટેલાઇટમાં રહેતાં એક યુવકે ગત રાત્રે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. યુવક ભાડાના મકાનમાં એકલા રહેતો હતો. પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી યુવકની આત્મહત્યા અંગેનું કારણ જાણવા તપાસ શરૂ શકી છે.

શહેરનાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નેહાપાર્ક સોસાયટીમાં અમિત હરિભાઇ પટેલ (ઉ.વ.૩પ) રહેતા હતા. ગઇ કાલે રાત્રે તેઓના પાડોશીઓએ અમિતભાઇ જે મકાનમાં રહેતા હતા તેના માલિક હેમરાજભાઇને ફોન કરી અમિતભાઇએ ગળાફાંસોખાઇ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે આનંદનગર પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

પોલીસ તપાસમાં અમિતભાઇ છેલ્લા કેટલાક મહિનાથી મકાનમાં ભાડેથી રહેતા હતા. પોતે એકલા જ રહેતા હતા. ગઇ કાલે અગમ્ય કારણોસર તેઓએ પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસને આત્મહત્યા અંગેનું કારણ જાણવા મળ્યું ન હતું. પોલીસ લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી અને તેઓનાં પરિવારજનોને જાણ કરી હતી. અમિતભાઇની આત્મહત્યા અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like