23 જાન્યુઆરીએ ખાસ યોગમાં કરો આ કામ, જીવનની તમામ સમસ્યાઓ થશે દુર

અમદાવાદ : માઘ માસના કૃષ્ણપક્ષમાં આવતી એકાદશીને ષટતિલા નામથી ઓળખવામાં આવે છે. 23 જાન્યુઆરીને સોમવારે ષટતિલા એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવામાં આવે છે. શ્રી હરિને પ્રસન્ન કરવાનો સરળ માધ્યમ છે. ષટતિલા એકાદશી પર તલ અથવા તેમાં બનેલી વસ્તુનું દાન, તેનાં પાપોનો નાશ થાય છે.

આ દિવસે તલના તેલની માલિશ, તલ જલ સ્નાન, તલ નાખેલુ પાણી પીવું તથા તલ પકવાનનું સેવન કરવાનું ઘોરથી ઘોર પાપનો નાશ થાય છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે.

तिलस्नायी तिलोद्वार्ती तिलहोमी तिलोद्की।
तिलभुक् तिलदाता च षट्तिला: पापनाशना:।।

અર્થાત – તલનું ઉબટન લગાવી, જળમાં તલ મિલાવીને સ્નાન કરવું, તલનો હવન કરવો, પાણીમાં તલને મિલાવવા, તલમાંથી બનેલા પદાર્થોનું ભોજન કરવું. તલ અથવા તલમાંથી બનેલી વસ્તુઓનું દાવ કરવાથી પાપોનો નાશ થાય છે.

ભગવાન વિષ્ણુના પ્રિયભક્તોએ હંમેશા એકાદશીનું વ્રત કરવું જોઇએ. આ વ્રતથી વગર માંગ્યે તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે.ષટતિલા એકાદશીનાં દિવસે પીપળાનાં ઝાડ નીચે તલનાં તેલનો દિવો કરીને ‘ऊँ नमो भगवते वासुदेवाय’ મંત્રનું 108 વખત જાપ કરવા. ષટતિલા એકાદશી પર પીપળાનાં ઝાડની પુજા કરવાથી પતિની ઉંમર લાંબી થાય છે અને કષ્ટો ટળે છે. કોર્ટ કચેરીનાં કેસમાં વિજય પ્રાપ્ત થાય છે. આર્થિક સંકટોનો નાશ થાય છે.

You might also like