નક્ષત્રો સાથેનો આપણો શાસ્ત્રાધાર

દરેક વૃક્ષો વનસ્પતિને દરેક જુદાં જુદાં નક્ષત્રો સાથે સંબંધ છે. અમુક વનસ્પતિને અમુક જ નક્ષત્રોમાં વિધિ વિધાન સહિત તોડી પાસે રાખવાથી અગર તેના ઉપયોગ મુજબ ઉપાયો કરવાથી તત્કાળ શુભ ફળ પ્રાપ્ત થાય છે.
(આમ કરીને તેનું પર્ણ પાંદડું તોડીને વનસ્પતિ દેવને પગે લાગી પાન સુરક્ષિત રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી ખિસ્સામાં મૂકી ઘરે આવવું અને જુઓ ચમત્કાર.
પાનને સુરક્ષિત રાખવા માટે લેમિનેશન પણ થાય છે. જે કરાવી લેવાથી પાન તેવું ને તેવું જ રહે છે.)

• અશ્વિની નક્ષત્રમાં બીલીનું પાન લાવી તેને ગાયના દૂધમાં રાત્રે પલાળી સવારમાં જેને સંતાન ન થતાં હોય તેને પિવડાવવાથી અવશ્ય સંતાન થાય. બીલીનાં પાનને ચાંદીના પાત્રમાં જ પલાળવાં.
• ભરણી નક્ષત્રમાં દર્ભને લાવી અનાજના કોઠારમાં મૂકવાથી તથા પાણીમાં નાખવાથી મીઠું પાણી મળે છે તથા પાણી ખૂટતું નથી.
• રોહિણી નક્ષત્રમાં બીલીપત્ર લાવી ખિસ્સામાં રાખવાથી અગર તિજોરીમાં મૂકવાથી દરિદ્રતા મટે છે.
• મૃગશીર્ષ નક્ષત્રમાં જુવારનાં પાન પાસે રાખવીથી શત્રુ મિત્ર બની જાય છે તેમ જ ઘરમાં થતો કલહ દૂર થઈ સ્વર્ગ બની જાય છે.
• આદ્રા નક્ષત્રમાં આંબાનાં પાન લાવી ખેતરમાં દાટવાથી પાકમાંના જીવજંતુ નાશ પામી પાક વધુ થાય છે.
• આશ્લેષા નક્ષત્રમાં બહેડાનાં પાન લાવી તિજોરી અગર ગલ્લામાં મૂકવાથી મંદ પડેલી આવકમાં વૃદ્ધિ થઈ અક્ષય ભંડાર ભર્યો રહે છે.
• મધા નક્ષત્રમાં થોરનાં પાન લાવી પાસે રાખવાથી વેપાર રોજગાર સારો ચાલે, રોજી રોટી મળી રહે છે.
• અનુરાધા નક્ષત્રમાં લીંબુનાં પાન લાવી પાસે રાખવાથી વેપાર ધંધામાં સારો લાભ પ્રાપ્ત થાય છે.
• પુનર્વસુ નક્ષત્રમાં ધોળી સાટોડીનાં પાન લાવી પાસે રાખવાથી આંખનું તેજ વધે છે.
• પુષ્પ નક્ષત્રમાં બહેડાનાં પાન લાવી (રવિપુષ્પ શ્રેષ્ઠ છે.) લાલ વસ્ત્રમાં બાંધી તિજોરી અગર ગલ્લામાં મૂકી રાખવાથી ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
• પુષ્પ નક્ષત્રમાં વડનાં પાનને લાવી લક્ષ્મીનારાયણની સ્વરૂપની પૂજા કરી તિજોરીમાં મૂકવાથી ખૂબ લક્ષ્મી વધે છે.
માનવી વનસ્પતિ જગત સાથે વાતચીત અને વ્યવહાર કરી શકે છે. તેઓ એવી ઊર્જા શક્તિ પ્રવાહિત કરે છે કે માનવીને માટે ખૂબ લાભકારક છે. કોઈપણ વ્યક્તિ આ ઊર્જાબળના ક્ષેત્રનો અનુભવ કરી શકે છે. વનસ્પતિ અને વ્યક્તિ પરસ્પર એકમેકમાં શક્તિનો સંચાર કરી અન્યોન્યનું પોષણ કરી શકે છે. ક્યું નક્ષત્ર ચાલે છે, તે પંચાંગમાં જોઈ લેવું અને બરાબર સમયે પહોંચી પાન લાવવું.•

You might also like