શશિકલા જેલકાંડ મુદ્દે ઇરાદા પુર્વકની કાર્યવાહીનો રૂપાનો આરોપ

નવી દિલ્હી : અન્નાદ્રમુકનાં વડા વી.કે શશિકલાને જેલમાં આપવામાં આવતી વીઆઇટી ટ્રીટમેન્ટનો ભાંડો ફોડનાર ડીઆઇજી ડી.રૂપામુદ્દગીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે જે કાંઇ પણ કર્યું છે તે પોતાની ફરજનો એક ભાગ છે. જો કે શુક્રવારે તેણે દાવો કર્યો કે રાજ્ય સરકાર દ્વારા તેને પોતાની ફરજ બજાવવા છતા પણ અલગ તારવી દેવામાં આવી છે. મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે તે અયોગ્ય છે.

બેંગ્લોર ખાતે રૂપા મુદ્દગીએ જણાવ્યું કે, જો કોઇ કાર્યવાહી કરવામાં આવે છે તો તે સમગ્ર સ્ટાફ વિરુદ્ધ લેવાવી જોઇએ. પરંતુ માત્ર મારી સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકાર દ્વારા ડી.રૂપા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે તેમણે મીડિયા સામે આ વાતો જાહેર કરીને પોતાની સર્વિસ રૂલનો ભંગ કર્યો છે. જેનાં કારણે સરકાર દ્વારા તેને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

જો કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓને ફગાવી દેતા ડી.રૂપાએ જણાવ્યું કે તેણે કોઇ પણ સર્વિસ રૂલનો ભંગ નથી કર્યો. તે દરેક પ્રકારની યોગ્ય કાર્યવાહી માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે મે ત્યારે પણ મીડિયાને પહેલીવાર વાત નથી કરી. ડીજીએ આ માહિતી મીડિયા સાથે શેર કરી હતી. માટે સર્વિસ રૂલ લાગુ પડે તો તમામ વ્યક્તિ પર પડે માત્ર મારા પર નહી.

You might also like