આવકથી વધારે સંપત્તિ મામલે શશિકલા દોષિત, 4 વર્ષની સજા, SCનો ચૂકાદો

નવી દિલ્હીઃ તમિલનાડુમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષની વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે અન્નાદ્રમુક સચિવ વીકે શશિકલાને દોષિત જાહેર કર્યા છે. આવકથી વધારે સંપતિ મામલે શશિકલાને દોષિત જાહેર કરવા સાથે 4 વર્ષની સજા પણ ફટકારી છે.  અદાલત દ્વારા મંગળવારે શશિકલા વિરૂદ્ધ ચાલી રહેલા આવકથી વધારેની સંપત્તિ કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં શશિકલા દોષિત સાબિત થતા હવે ચૂંટણી લડવા માટે અયોગ્ય સાબિત થયા છે અને સરકાર બનાવવાનો દાવો કરી ચૂકેલ શશિકલાએ પોતાની જગ્યાએ અન્ય કોઇ નેતાને ચૂંટણી લડવા માટે ઉભા કરવા પડશે.

આ મામલે દિવંગત જયલલિતા મુખ્ય આરોપી હતા. આ બધાની વચ્ચે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ તમિલનાડુના રાજ્યપાલને મુખ્યમંત્રી પદના બે પ્રતિદ્વંદ્વિ અન્નાદ્રમુક દાવેદારો પનીરસેલ્વમ અને શશિકલાના રાજનીતિક ભાગ્ય પર નિર્ણય કરવા માટે એક સપ્તાહની અંદર શક્તિ પરીણક્ષણ માટે વિધાનસભા સત્ર બોલાવવાની સલાહ આપી છે. એજી મુકુલ રોહતગીએ રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવને સલાહ આપી છે કે અન્નાદ્રમુક મહાસચિવ શશિકલા અને કાર્યવાહક મુખ્યમંત્રી પનીરસેલ્વમમાં કોને બહુમતી પ્રાપ્ત થશે. તે નક્કિ કરવા માટે શક્તિ પરીક્ષણ માટે વિધાનસભા સત્ર બોલાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે રોહતગીએ કહ્યું છે કે તેઓએ એક સપ્તાહની અંદર ખાસ સત્ર બોલાવીને શક્તિ પરીક્ષણ કરાવવું જોઇએ. જેવી રીતે જગદંબિકા પાલ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like