જો 10 કરોડ દંડ નહી ભરે તો શશિકલાને વધારે 13 મહિના જેલ ભોગવવી પડશે

બેંગ્લુરૂ : આવક કરતા વધારે સંપત્તિ કેસમાં દોષીત સાબિત થઇને જેલની સજા ભોગવી રહેલ શશિકલા જો કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલો 10 કરોડ રૂપિયા દંડ ફટકારવામાં નિષ્ફળ રહેશે તો વધારે 13 મહિના સુધી સજા ભોગવવી પડશે.

આ અંગે માહિતી આપતા જેલનાં સુપ્રીટેન્ડન્ટ ક્રિષ્નાં કુમારે જણાવ્યું કે, જો શશિકલા કોર્ટ દ્વારા ફટકારાયેલ 10 કરોડનો દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો તેણે વધારે 13 મહિના જેલમાં પસાર કરવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્નાદ્રમુકનાં જનરલ સેક્રેટરી હાલ પરાપન્ના અગ્રહારા જેલમાં પોતાની સજા કાપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આવક કરતા વધારે સંપત્તિનાં કેસમાં શશિકલા તથા તેના સંબંધીઓને 4 વર્ષની જેલ અને પ્રતિ વ્યક્તિ 10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની ચાર વર્ષની સજા પૈકી શશિકાલ 1 મહિનાની સજા ભોગવી ચુક્યા છે. તેઓએ 21 દિવસ પરપ્પા અગ્રધારા જેલમાં પસાર કર્યા હતા 2014માં.

આ અંગે જેલ સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું કે શશિકલાને સામાન્ય કેદીઓ જેવી જ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેમને મહિલાઓનાં સેલમાં જ રાખવામાં આવ્યા છે. તેમને કોઇ વીઆઇપી સેવા આપવામાં નથી આવી રહી.જો કે સિક્યોરિટી કારણથી શશિકલા અને ઇલાવર્ષી બંન્નેને મહિલા બ્લોકમાં એક નાનકડા સેલમાં રાખવામાં આવ્યા છે.

You might also like