છાતીમાં દુખાવાથી શશિકલાના પતિ એમ. નટરાજનનું અવસાન

ચેન્નઈ: ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કગઝમ(એઆઈએડીએમકે) ના બરતરફ નેતા વી. કે. શશિકલાના પતિ મરૂથપ્પા નટરાજનનું ગઈ કાલે મધરાતે ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. તેમને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

ચેન્નઈના ગ્લેનઈગેલ્સ ગ્લોબલ હેલ્થ સિટી હોસ્પિટલના હવાલાથી સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું કે શરીરનાં અનેક અંગો એકાએક કામ કરતાં બંધ થઈ જતાં એમ નટરાજનનું મોત થયું હતું. તેમનું ગઈ કાલે રાતે ૧-૩૫ કલાકે મોત થયું હતું. તેમને બચાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

તેમનાં મોતનાં કારણમાં તત્કાલિન મલ્ટી ઓર્ગન ડિસ્ફંકસન, સેપ્ટિક શોક ગણાવવામાં આવ્યું છે. તેમને ગત ૧૨ ફ્રેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગત વર્ષે જ નટરાજનની કિડની, લિવર અને ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. જેમાં ૩ ઓકટોબર ૨૦૧૭ના રોજ નટરાજની કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી.

You might also like