શશિકલાએ કર્યું સરેન્ડર, ન મળ્યો A-Class જેલનો કક્ષ, મળ્યું મિણબત્તી બનાવવાનું કામ

ચેન્નઈ: શશિકલા નટરાજને બુધવાર સાંજે બેંગાલુરુની સ્પેશિયલ જેલમાં સરેન્ડર કર્યું. સુપ્રીમ કોર્ટના અમાપ પ્રોપર્ટીના કેસમાં તેને 4 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. તેણે એ-ક્લાસ સેલ માંગ્યો હતો, પરંતુ હાલમાં તેને 2 અન્ય કેદીઓ સાથે રાખવામાં આવી છે.

જેમાં 4 વર્ષની તેને સજા ફટકારવામાં આવી છે. તેને જેલમાં કેદી નંબર 9234 કહેવામાં આવે છે. શશિકલાને મિણબત્તીઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. ત્યાર બાદ તેને દર વર્ષે 50 રૂપિયા મળશે. બીજી તરફે સીએમ. ઓ. પન્નીરસેલ્વમ અને ઈ. પલાનીસામી રાજભવન પહોંચીને ગવર્નર સી. વિદ્યાસાગર રાવને મળ્યા હતા.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્યણ બાદ શશિકલાને પલાનીસામીએ AIADMKના વિધાયક દળના નેતા જાહેર કરવામાં આવ્યા હતા. પલાનીસામી સાથે ગયેલા મંત્રી જય કુમારે 124 વિધાયકોના સપોર્ટનો દાવો માંડ્યો છે.

You might also like