શશિકલાએ જણાવ્યું કે શા માટે તેઓ CM બનવા માટે નહોતા તૈયાર

ચેન્નાઇ : અન્નાદ્રમુકના મહાસચિવ વી.કે શશિકલાએ સોમવારે દાવો કર્યો કે પન્નીરસેલ્વમ સહિત પાર્ટીનાં તમામ લોકો ઇચ્છતા હતા કે તે રાત્રે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે.જો કે ત્યારે તેમને યોગ્ય નહોતુ લાગ્યું કે તેઓ મુખ્યમંત્રી બને. શશિકલાએ કહ્યું કે આજે પાર્ટીને તોડવાનાં પ્રયાસો કરી રહેલ પન્નીરસેલ્વમે સાબિત કરી દીધું કે તેઓ ક્યારે પણ અમ્મા પ્રત્યે વફાદાર નહોતા.

જયલલિતાનાં ઘર પર રહેલ પોઝ ગાર્ડનની બહાર પોતાનાં સમર્થકો સાથેની વાતચીતમાં શશિકલાએ કહ્યું કે મે મુખ્યમંત્રી બનવાની સ્પષ્ટ ના પાડી હતી કારણ કે તે સમયે મને જરૂરી ન લાગ્યું. હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે તમને ખ્યાલ હોવો જોઇએ. તમે તે સમયે ત્યાં હાજર નહોતા. હું તે સમયે અમ્માનાં પાર્થિવ શરીર સાથે રહેવા માંગતી હતી.

શશિકલાનાં કાર્યવાહ મુખ્યમંત્રી પન્નીરસેલ્વને એકવાર ફરીથી ઝાટકણી કાઢતા કહ્યું કે પનીરસેલ્વન એક સાધારણ વ્યક્તિ હતા. તેને ઉંચાઇ સુધી જયલલિતાને પહોંચ્યા. હવે તે અન્નાદ્રમુકને તોડવાનાં પ્રયાસો કરી રહ્યા છે. તેને સાબિત કરી દેવાયું કે તેઓ ક્યારે પણ વફાદાર નહોતા.

You might also like